સ્પોર્ટસ

મંધાનાના ધમાકેદાર 60 રન, ભારતનો ફાઇનલમાં શ્રીલંકાને 166 રનનો પડકાર

દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ફાઇનલમાં ભારતે રવિવારે યજમાન શ્રીલંકાને જીતવા માટે 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ભારતે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટના ભોગે 165 રન બનાવ્યા હતા.

શ્રીલંકાને આ સાધારણ ટાર્ગેટ અપાવવામાં ઓપનર સ્મૃતિ મંધાના (60 રન, 47 બૉલ, દસ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને બીજી ઓપનર શેફાલી વર્મા (16 રન, 19 બૉલ, બે ફોર) વચ્ચે 44 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ શ્રીલંકન બોલર્સની વળતી લડતને લીધે બીજી કોઈ મોટી પાર્ટનરશિપ નહોતી થઈ અને સમયાંતરે વિકેટ પડતી રહી હતી. મંધાના છેક 17મી ઓવરમાં આઉટ થઈ હતી. તેની અને જેમાઇમા રૉડ્રિગ્સ (29 રન, 16 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 41 રનની ભાગીદારી થઈ હતી.

આ પણ વાંચો : સૂર્યકુમાર થયો વિરાટની બરાબરીમાં, આજે ડેબ્યૂ સિરીઝ-વિજયની તલાશમાં

વિકેટકીપર રિચા ઘોષ (30 રન, 14 બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું.

મંધાના આઉટ થયા પછી છેલ્લા 19 બૉલમાં ભારતને 150-પ્લસનું ટોટલ રિચાને લીધે જ મળ્યું હતું. પૂજા વસ્ત્રાકર પાંચ રને અને રાધા યાદવ એક રને અણનમ રહી હતી.

એ પહેલાં, વનડાઉન બૅટર ઉમા ચેટ્રીએ ફક્ત નવ રન અને કૅપ્ટન હરમનપ્રીત કૌરે 11 રન બનાવ્યા હતા.
શ્રીલંકા વતી કવિશા દિલહારીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. બેમાંથી એક વિકેટ શેફાલીની અને બીજી વિકેટ મંધાનાની હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button