મનોરંજન

Shahrukh Khan નહીં પણ Bobby Deol, Firoz Khan And Imran Khan છે Gauri Khanના રોમેન્સ કિંગ!

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન (Bollywood Actor Shahrukh Khan)ની દિવાની તો આખી દુનિયા છે અને જ્યારે જ્યારે રોમેન્સની વાત આવે ત્યારે કિંગ ખાનનું નામ આવે, આવે ને ચોક્કસ આવે…પણ શું તમને ખબર છે કે શાહરુખ ખાનની બેટર હાફ ગૌરી ખાન (Gauri Khan) પતિ શાહરૂખ ખાનની નહીં પણ અન્ય કોઈ બોલીવૂડ એક્ટરની દિવાની છે. ખુદ શાહરૂખ ખાને એક ચેટ શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ કોણ છે એ એક્ટર કે જેની દિવાની છે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન-

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં શાહરૂખ ખાન અને કાજોલના એક જૂના ચેટ શોનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આરજે મલ્લિષ્કા શાહરુખ ખાનને સવાલ પૂછી રહી છે અને મલ્લિષ્કાએ શાહરૂખ ખાનને સવાલ કર્યો હતો કે તેની પત્નીને કયો રોમેન્ટિક સ્ટાર પસંગ છે. જેના જવાબમાં શાહરૂખ ખાને જવાબ આપ્યો હતો કે એક સમયે ગૌરીને બોબી દેઓલ ખૂબ જ પસંદ હતો અને પછી બાદમાં તેને ઈમરાન ખાન પણ પસંદ હતો. પછી થોડાક સમય બાદ તેને સંજય દત્ત પણ પસંદ હતો અને ફિરોઝ ખાન પણ તેના મનગમતા રોમેન્ટિક હીરોની યાદીમાં હતા.

શાહરુખ ખાનનો આ જવાબ સાંભળ્યા બાદ મલ્લિષ્કાએ પણ કહ્યું કે તો પછી એવું કહી શકાય કે ગૌરી ખાન માટે આ તમામ હીરો શાહરૂખ ખાન છે? જેના જવાબમાં શાહરૂખ ખાને જે રિએક્શન આપ્યું એ પણ મજેદાર હતું. તેણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના જણાવ્યું કે શાહરૂખ ખાન નહીં કરી શકો. શાહરૂખ ખાન તો એક જ છે, અને બીજું કોઈ શાહરૂખ ખાન બની પણ નહીં શકે. શાહરુખનો આ જવાબ સાંભળીને કાજોલ પણ હસી પડે છે.
આ વીડિયો જોયા બાદ એસઆરકેના ફેન્સ પણ શાહરૂખ ખાન તો કોઈ બીજું હોઈ જ ના શકે… એક યુઝરે લખ્યું છે કે લાસ્ટ લાઈન ટિપિકલ શાહરૂખ સ્ટાઈલવાળો જવાબ છે. ત્રીજા એક યુઝરે લખ્યું કે ભાઈ શાહરૂખ ખાન બીજું તો કોઈ બની જ ના શકે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button