Delhi IAS Coaching Centre: દિલ્હી પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરી

નવી દિલ્હી : દિલ્હીમાં શનિવારે સાંજે ભારે વરસાદ બાદ રાવ IAS કોચિંગ સેન્ટરની બિલ્ડીંગના(Delhi IAS Coaching Centre)બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. અચાનક પાણી ભરાઈ જવાથી લાઈબ્રેરીમાં હાજર અનેક વિદ્યાર્થીઓ તેમાં ફસાઈ ગયા હતા. તેમાંથી ત્રણના મોત થયા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ભોંયરામાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઓળખ કરી લેવામાં આવી છે.
સ્ટડી સેન્ટરના કોચિંગમાં પાણી ભરાયાની જાણ થઈ હતી
મૃતક વિદ્યાર્થીઓની ઓળખ તાનિયા સોની (તેલંગાણા), શ્રેયા યાદવ (યુપી) અને નેવિન ડાલવિન (કેરલ) તરીકે થઈ છે. દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે રાવ IAS સ્ટડી સેન્ટરના કોચિંગમાં પાણી ભરાયાની જાણ થઈ હતી. ફોન કરનારે કહ્યું કે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે.
પોલીસે કઇ- કઇ કલમ લગાવી ?
દિલ્હી પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ બિન-ઈરાદાપૂર્ણ હત્યા સહિતના અન્ય આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપી એમ હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા(BNS)ની કલમ 105 (બિન-ઈરાદાપૂર્ણ હત્યા), 106 (1) (બેદરકારીથી વ્યક્તિનું મૃત્યુનું કારણ બનવું ) 115 (2) (સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવા બદલ સજા), 290 ( બાંધકામ સંબંધમાં બેદરકારી) અને 35 એ મુજબ એફઆઇઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે.
Also Read –