ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Sunita Williams નો અવકાશમાંથી પરત ફરવાનો માર્ગ ખૂલ્યો, લાગશે આટલો સમય

નવી દિલ્હી : અવકાશમાં ફસાયેલા ભારતીય મૂળના એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સનો(Sunita Williams) પરત આવવાનો માર્ગ ખુલી ગયો છે. બોઈંગનું સ્ટારલાઈન સ્પેસક્રાફ્ટ ટૂંક સમયમાં જ પરત ફરશે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આરસીએસ થ્રસ્ટર્સના સફળ પરીક્ષણ પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયા છે. આ પછી બંનેને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે.

પરીક્ષણના પરિણામો સકારાત્મક

આ ક્રમમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્થિત અવકાશયાન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. આ પરીક્ષણો ફ્લાઇટ ડિરેક્ટર કોલ મહરિંગના નિર્દેશન હેઠળ કરવામાં આવ્યા હતા. આ પરીક્ષણના પરિણામો સકારાત્મક આવ્યા છે અને અવકાશયાત્રીઓના ટૂંક સમયમાં પાછા ફરવાની આશાઓ વધારી છે.

સલામત ઉતરાણ માટે પરીક્ષણ આવતા અઠવાડિયે

ફ્લાઈટ ડાયરેક્ટર મહરિંગે કહ્યું કે સ્ટારલાઈનર અને આઈએસએસ ટીમે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બંને ટીમો પરિણામથી સંપૂર્ણપણે સંતુષ્ટ હતી. આ સમય દરમિયાન, અવકાશયાત્રીઓ વિલિયમ્સ અને વિલ્મોર પણ સ્ટારલાઇનર કેલિપ્સો પર સવાર હતા. આ બંને ગ્રાઉન્ડ ટીમને રિયલ ટાઈમ ફીડબેક આપી રહ્યા હતા. સુનીતા અને તેમના પાર્ટનર વિલ્મોર જેઓ પૃથ્વી પર પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ વધુ બે ટેસ્ટમાં ભાગ લેશે. સલામત ઉતરાણ માટે પરીક્ષણ આવતા અઠવાડિયે થશે.

સુનીતા વિલિયમ્સ ઓગસ્ટમાં પૃથ્વી પર પરત ફરશે

આ ઉપરાંત આગામી સપ્તાહે ફ્લાઇટ ટેસ્ટ રેડીનેસ રિવ્યૂ પણ નક્કી કરવામાં આવી છે. જેમાં હોટ ફાયર ટેસ્ટ સંબંધિત ડેટાની તપાસ કરવામાં આવશે. જો કે હજુ સુધી પરત ફરવાની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ અનુમાન છે કે સુનિતા વિલિયમ્સ ઓગસ્ટમાં પૃથ્વી પર પરત ફરશે.

સમયસર પરત આવી શક્યા ન હતા

ઉલ્લેખનીય છે કે, આ બંને અવકાશયાત્રી સાત દિવસના મિશન પર ગયા હતા. સ્ટારલાઇનર માનવ મિશન માટે યોગ્ય હતું તે સાબિત કરવા માટે આ લોકો સ્ટાર લાઇનરમાં સવાર થયા હતા. જો કે અવકાશ યાનમાં સમસ્યાને કારણે તેઓ સમયસર પરત આવી શક્યા ન હતા અને તે બંને એક મહિનાથી વધુ સમય સુધી ત્યાં અટવાયા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…