મનોરંજન

આખરે Shweta Bachchanએ સાબિત કરી જ દીધું કે તે ટિપિકલ ઈન્ડિયન નણંદ છે!

બી-ટાઉનમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવાઓ (Aishwarya Rai-Bachchan-Abhishek Bachchan Divorce Rumors) જોર પકડી રહી છે. ચોરેને ચૌટે બચ્ચન પરિવાર તેમ જ ઐશ્વર્યા વચ્ચેના વિખવાદની ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા બચ્ચન પરિવારની લાડકવાયી શ્વેતા બચ્ચન (Shweta Bachchan)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયોને જોઈને શ્વેતાને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેણે ટિપિકલ ઈન્ડિયન નણંદ જેવી હરકત કરી છે. આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં-

વાત જાણે એમ છે કે આ વીડિયો અત્યારનો નહીં પણ જૂનો છે. કરણ જોહરના ફેમસ શો કોફી વિથ કરણની છઠ્ઠી સિઝનમાં શ્વેતા બચ્ચન ભાઈ અભિષેક સાથે પહોંચી હતી. આ શોના રેપિડ ફાયર રાઉન્ડમાં શ્વેતા બચ્ચને ભાભી ઐશ્વર્યા માટે એવી ટિપ્પણી કરી હતી કે જે કદાચ ઐશ્વર્યાને ફેન્સને ખાસ પસંદ નથી આવી.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં કરણ જોહર શ્વેતાને પૂછે છે કે તેને શું લાગે છે અભિષેક કે ઐશ્વર્યામાંથી કોણ સારો એક્ટર છે? જેના જવાબમાં શ્વેતા ઐશ્વર્યા સારી એક્ટ્રેસ છે એ હકીકત હોવા છતાં પણ ભાઈ અભિષેકનું નામ લે છે. ત્યાર બાદ કરણ બીજો સવાલ કરે છે કે તને શું લાગે છે અભિષેક કે ઐશ્વર્યા બંનેમાંથી કોણ સ્ટ્રીક્ટ પેરેન્ટ છે? આ સવાલના જવાબમાં પણ શ્વેતા ઐશ્વર્યાનું નામ લે છે. હવે આવે છે કહાનીમાં ટ્વીસ્ટવાળો સવાલ. કરણ અભિષેકને પૂછે છે કે તને કોનાથી સૌથી વધુ ડર લાગે છે? જેના જવાબમાં અભિષેક જયા બચ્ચનનું નામ લે છે પણ શ્વેતા જવાબમાં કહે છે વાઈફ….

નેટિઝન્સને શ્વેતાનું આ વલણ બિલકુલ પસંદ આવ્યું હોય એવું લાગતું નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો ત્યારથી જ લોકોએ શ્વેતાને ખરી ખોટી સંભળાવવાનું શરૂ કરી દીધું હતું અને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક યુઝર્સે તો શ્વેતાની આ હરકતને ટિપિકલ ઈન્ડિયન નણંદવાળી હરકત ગણાવી દીધી હતી.

આ પણ વાંચો : ઐશ્વર્યા રાયથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને આ શું કર્યું…?

જોકે, આ પહેલી વખત નથી કે લોકોને શ્વેતાનું ભાભી ઐશ્વર્યા માટેનું વલણ ખટક્યું હોય. આ પહેલાં પણ અનેક વખત શ્વેતા એવી હરકતો કરી ચૂકી છે કે જેને કારણે નણંદ-ભાભી વચ્ચેનો ખટરાગ જાહેરમાં દેખાયો હોય. એટલું જ નહીં પણ લોકો તો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચે પડેલાં ભંદગાણ માટે પણ શ્વેતા બચ્ચનને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. જોકે, એમાં કેટલું સાચું કેટલું ખોટું એ તો રામ જાણે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button