પાંચમી ઑગસ્ટથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે

શિવભકતો ભાંગ, ધતુરા, બિલિપત્ર વગેરે લઈ શિવમંદિરે ભીડ જમાવશે

શ્રાવણ માસ દરમિયાન પંચાક્ષરી શિવમંત્રનો જાપ લાખો લોકો કરે છે

ઓમ નમઃ શિવાયમાં ન-પૃથ્વી,મ-જળ, શિ-અગ્નિ,વા-પ્રાણવાયુ ય-આકાશનો સંકેત આપે છે

મન અને તનની શાંતિ માટે આ જાપ કરવામાં આવે છે

પણ શું તમને ખબર છે કે સ્ત્રી અને પુરુષો માટે મંત્રજાપના અલગ નિયમો છે

પુરુષોએ સીધા ષડાક્ષર સાથે ઓમ નમઃ શિવાય...એમ જાપ કરવાનો છે

આ મંત્રજાપ 11, 21 કે 108 વાર કરવો જોઈએ, ગમે તેમ જાપ કરવા નહીં

સ્ત્રીઓએ મંત્રજાપની શરૂઆત પંચાક્ષર નમઃ શિવાય...થી કરવી 

સ્કંદપુરાણ અનુસાર આ જાપથી પાપનો નાશ થાય છે અને મોક્ષ મળે છે

જોકે મંત્રજાપ કરવામાં સૌથી વિશેષ હોય છે સ્વચ્છ મન અને શુદ્ધ ભક્તિભાવનું

છતાં પણ તમારા પંડિત કે મહારાજને પૂછી પૂજા-મંત્રજાપ કરવા હિતાવહ છે