આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં આજે પણ વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની શરૂઆત બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જો કે રાજ્યભરમાં હજુ પણ વરસાદી જ માહોલ છવાયો છે ત્યારે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે વડોદરા, છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ છે.

દાહોદ- મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ

અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ગીર સોમનાથ, રાજકોટ, ખેડા, ગાંધીનગર, સાંબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે.

29મી જુલાઈએ પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં આવતીકાલે 29મી જુલાઈ સોમવારના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબંરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં યલો એલર્ટ છે.

મંગળવાર અને બુધવાર બે જિલ્લામાં યલો એલર્ટ

જ્યારે હવામાન વિભાગે આગાહી પ્રમાણે રાજ્યમાં મંગળવાર અને બુધવાર માટે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ નથી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ