વેપાર અને વાણિજ્ય

ટીન, નિકલ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦, રૂ. સાત અને રૂ. પાંચની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપરની અમુક વેરાઈટીઓ અને લીડ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો. જોકે, આજે બ્રાસ શીટ કટિંગ્સ અને કોપર વાયરબારમાં નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ અને રૂ. એકનો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સતત બીજા સત્રમાં ખાસ કરીને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૫૧૫, રૂ. સાત વધીને રૂ. ૧૩૫૦ અને રૂ. પાંચ વધીને રૂ. ૨૬૧૩ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં કોપર કેબલ સ્ક્રેપ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૯૪ અને રૂ. ૭૭૭ તથા કોપર સ્ક્રેપ હેવી તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૮૬ અને રૂ. ૧૯૪ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે બ્રાસ શીટ કટિંગ્સમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૫૫૦ તથા નિરસ માગે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૮૧૮ના મથાળે રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ