સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
કેટલાક સંવાદો અથવા સીન સદાબહાર હોય છે, જે હજારો ફિલ્મોમાં સેંકડો વખત વાપરવામાં આવતા હોય છે. આ સંવાદો એટલા જાણીતા અને પરિચિત થઈ જતા હોય છે કે દર્શકોને પહેલેથી જ ખબર પડી જતી હોય છે કે હવે આ પૂછશે એટલે એનો જવાબ આ આવશે. આવો આપણે આજે જોઈ લઈએ આવા જ પરિચિત સંવાદો.
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
અબ એક બાર મુસ્કુરા દો
હીરો જઈ રહ્યો છે, ક્યાંક દૂર દેશ. નાયિકા ઊભી ઊભી રડી રહી છે. જવાનો સમય થઈ ગયો છે નાયક જતાં-જતાં નાયિકા પાસે એક વિચિત્ર ફરમાઈશ કરે છે કે ‘અબ એક બાર મુસ્કુરા દો’ (હવે એક વખત સ્મિત આપી દો)
અરે ભાઈ, સ્મિત ક્યાંથી આપી શકે. એક સમયે એક જ કામ થઈ શકે છે. કાં તો કોઈ રડી શકે છે અથવા તો કોઈ સ્મિત આપી શકે છે. ખબર છે, રડતાં રડતાં સ્મિત આપવું કેટલું મુશ્કેલ કામ છે? હસી પડવાની પૂરે પૂરી શક્યતા રહેલી હોય છે. પછી તો માણસ ક્યાંયનો રહેતો નથી અહીં નો પણ નહીં અને ત્યાંનો પણ નહીં.
આવું થતું નથી, નાયક નાયિકાનો જતી વખતે હસતો ચહેરો જોવા માગતો હોય છે. નાયિકા રડતાં રડતાં હસવાની કોશિશ કરે છે. સ્મિત આપવાની કોશિશ નાયિકા કરતી હોય છે, તકલીફ હોલમાં બેઠેલા દર્શકોને થાય છે.
ક્ધયાદાન કૌન કરેગા
વધુ એક સંવાદ છે, જેણે અનેક વખત દર્શકોના ઉપરના શ્ર્વાસ ઉપર અને નીચેના શ્ર્વાસ નીચે રોકી દીધા છે. ‘ક્ધયાદાન કૌન કરેગા? (ક્ધયાદાન કોણ કરશે?)
શહેનાઈ વાગી રહી છે, ફેરાની તૈયારીઓ થઈ ગઈ છે, વર અને વધૂ મંડપમાં બેસી ગયા છે. આટલામાં અચાનક પંડિત એક યક્ષ પ્રશ્ર્ન કરે છે. ક્ધયાદાન કોણ કરશે?
ભાઈ પંડિત, ક્ધયાદાન કોણ કરશે નો શું અર્થ છે? છોકરીનો પિતા કરશે બીજું કોણ કરશે? હવે તારે તો એમ કહેવું જોઈએ કે છોકરીના પિતાને બોલાવો અને ક્ધયાદાન કરાવો. છોકરીના પિતા પર કૌભાંડ કરવાનો આરોપ છે અને તે હમણાં જ પોલીસના ડરથી ભાગી છૂટ્યો છે. આ વાત તને તો ખબર જ નથી, ફક્ત દર્શકોને જ ખબર છે. તો પછી તેં એવો સવાલ કેમ કર્યો કે ‘ક્ધયાદાન કોણ કરશે?’
ખેર, પછી તો છોકરીનાં લગન પણ થઈ જાય છે અને ક્ધયાદાન પણ થઈ જાય છે. છોકરી સાસરે પણ પહોંચી જાય છે, પરંતુ ઘણી વખત આ નાના સવાલને કારણે લગ્નના મંડપમાં સનસનાટી ફેલાઈ ગઈ છે કે ‘ક્ધયાદાન કૌન કરેગા?’