આપણું ગુજરાત

“ગાબડાં”નો વિકાસ : સુદર્શન બ્રિજ બાદ લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર 10 ફૂટનું ગાબડું

સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રમાં પડેલા પહેલા જ વરસાદે સરકારની વિકાસની વાતોની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા છે. સરકારની વિકાસની મોટી મોટી વાતોની વચ્ચે મોટા ગાબડાં પડ્યા છે. આથી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની બૂ આવી રહી છે. બે દિવસ પહેલા જ કરોડોના ખર્ચે બનાવેલા ઓખા-બેટ દ્વારકાને જોડતાં સુદર્શન બ્રિજમાં ગાબડાં પડ્યાંના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બ્રિજના બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયા હતાં. ત્યારે વધુ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લાથી સામે આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર સુરેન્દ્રનગરના લીંબડી સર્કલ પાસે ઓવરબ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડતાં બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. હાલ ઓવરબ્રિજના બાંધકામમાં નબળા મટિરિયલનો ઉપયોગ થો હોવાનું મનાઈ રહ્યું છે. જો આ કામમાં કોન્ટ્રાકટરની સાથે તંત્રની પણ મિલીભગત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  ઓવર બ્રિજ પર પડેલા ગાબડાં કારણે હાલ પુરતો એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અને બેરિકેડ મૂકીને રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

થોડા દિવસ પૂર્વે પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ દ્વારકાના સિગ્નેચર બ્રિજ કે જેને સુદર્શન બ્રિજ નામ આપવામાં આવ્યું છે. તેના પાંચ જ મહિનામાં પોપડા ઊખડી ગયા હોવાની તસવીરો સામે આવતા ભારે ખલભળાટ મચી ગયો છે. આ બ્રિજ પાછળ આશરે 978 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા દેખાઈ ગયા છે અને ઘણી જગ્યાએ દીવાલનું પ્લાસ્ટર ઊખડી ગયા છે. આ બાદ સાંસદથી લઈને કલેકટરની આંખ ઊઘડી હતી. હાલ બ્રિજ પર મરામત કરી દેવામાં આવ્યું છે પરંતુ આ બનાવથી બ્રિજની કામગીરી પર પ્રશ્નો ઉઠયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ