આમચી મુંબઈમહારાષ્ટ્ર

આવતીકાલે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના રહેશે ધાંધિયા, બહાર નીકળતા પહેલાં વિચારજો…

મુંબઈ: દર રવિવારની જેમ જ આ રવિવારે પણ મધ્ય રેલવે (Central Railway) પર સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્વના કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી રેલવે દ્વારા આવતીકાલે એટલે કે 28મી જુલાઈના દિવસે મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે પરીણામે જો તમે પણ ગણેશોત્સવ કે તહેવારોને ધ્યાનમાં લઈને શોપિંગ કે મુંબઈ દર્શન પર જવાનો પ્લાન કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો.

મધ્ય રેલવે પર આવતીકાલે સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી માટુંગા- થાણે વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લાઈન (Mega Block On Matunga-Thane Up-Down Fast Line)પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે અપ ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેન અપ ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેન તેના નક્કી કરવામાં આવેલા સ્ટેશન પર જ હોલ્ટ લેશે. આ બ્લોકની કારણે લોકલ ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેને કારણે ટ્રેન અને સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Augustથી Central Railwayના પ્રવાસીઓનો પ્રવાસ બનશે આરામદાયક, જાણો કઈ રીતે?

હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી પનવેલ-વાશી વચ્ચે અપ ડાઉન લાઈન પર મેગા બ્લોક (Mega Block Panvel-Vashi Up-Down Line)હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે પનવેલ- બેલાપુર અપ ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત પનવેલથી થાણે માટે રવાના થનારી અપ ડાઉન ટ્રાન્સ હાર્બર લાઈન પર ટ્રેનવ્યવહાર બંધ રહેશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી- વાશી તેમ જ થાણેથી વાશી નેરૂલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે હાથ ધરશે સ્પેશિયલ નાઈટબ્લોક

પશ્ચિમ રેલવે પર આવતીકાલે કોઈ ડે બ્લોક નહીં હાથ ધરવામાં આવે પરંતુ એને બદલે આજે રાતે સ્પેશિયલ નાઈટ બ્લોક (Western Railway Announce Special Night Block) હાથ ધરવામાં આવશે. પશ્ચિમ રેલવે પર આજે રાતે 11 વાગ્યાથી વહેલી સવારે 4.30 વાગ્યા સુધી બોરીવલી-ભાયંદર વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન (Mega Block On Boriwali-Bhaynder Up-Down Slow Line)પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે.

આ સમયગાળા દરમિયાન બોરીવલી- ભાયંદર વચ્ચે અપ ડાઉન સ્લો લોકલ અપ ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ બ્લોકની સમયગાળા દરમિયાન કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે, એવી માહિતી પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ…