…તો રાજકારણમાંથી લઇશ સંન્યાસ: પ્રફુલ પટેલના નિવેદનથી ખળભળાટ
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવશે તો દેશમાંથી અનામત હટાવી દેવાશે તેવો ખોટો પ્રચાર લોકસભા દરમિયાન કરવામાં આવ્યો હોવાનો આરોપ સત્તાધારી પક્ષ દ્વારા લગાવવામાં આવી છે ત્યારે અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે અનામતને લઇને મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: Delhi Airport Tragedy: ટર્મિનલના ઉદ્ઘાટન સમયના ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલ શું કહ્યું?
જો દેશમાં અનામત સાથે કોઇપણ ચેડાં કરવામાં આવશે તો હું રાજકારણમાંથી 100 ટકા સંન્યાસ લઇશ. પદનું અને રાજકારણમાં રહેવાનો પછી કોઇ અર્થ નહીં રહે એટલે હું તેનો ત્યાગ કરીશ, તેવી જાહેરાત પ્રફુલ્લ પટેલે કરી હતી.
અનામત વિશે વાત કરતા પટેલે જણાવ્યું હતું કે આ દેશમાં અનામત એ બંધારણમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલું છે. એ અનામતને કોઇપણ હાથ લગાવી શકે નહીં. તેનું મૂળ સ્વરૂપ કોઇપણ બદલાવી શકે નહીં. લોકસભાની ચૂંટણીમાં પહેલા જ આ વિશે દુષ્પ્રચાર થઇ ચૂક્યો છે, જેનો લોકો ભોગ બન્યા છે. જોકે હવે લોકોના ધ્યાનમાં સાચી વાત આવી છે. અમારા જેવા લોકો જે સંસદમાં બંધારણની સોગંદ લઇને બેઠા છીએ તે એવું થવા નહીં દઇએ.
આ પણ વાંચો: શું શરદ પવાર ખરેખર એનડીએમાં જોડાવા માંગતા હતા? પ્રફુલ પટેલ બાદ હવે ભુજબળ પણ બોલ્યા
મરાઠા અનામત બાબતે પટેલે કહ્યું હતું કે કૉંગ્રેસ, અમારી પહેલાની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને બધા જ પક્ષ અનેક વર્ષો સત્તામાં રહ્યા, પરંતુ તેમણે કંઇ જ ન કર્યું. ચૂંટણી વખતે અનામતનો મુદ્દો વિપક્ષ આગળ લાવે છે. અમારી સરકાર મરાઠા સમાજને અનામત મળે એ માટે તત્પર છે. આ માટે વિધાનસભામાં ખરડો પસાર થયો અને કાયદો પણ બન્યો છે અને ત્યાર બાદ દસ ટકા અનામત આપવામાં આવ્યું છે. હવે જે લોકોને એ પણ નથી જામતું, તે વિરોધાભાસ કરે છે.