નેશનલ

અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જશે કે નહીં રાહુલ ગાંધી?

અયોધ્યાઃ લોકસભાની ચૂંટણી માટે સત્તાધારી પાર્ટી રામ મંદિર નિર્માણ મુદ્દાને આગળ કરી રહી રહી છે, તેમાંય વળી આગામી વર્ષે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. આ મંદિરના કાર્યક્રમમાં દેશના જાણીતા મહંતો, મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના દર્શન કરવા જઈ શકે છે. ભારત જોડો યાત્રાના સંયોજક અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સીઈઓ વિજય મહાજને તાજેતરમાં રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ આ મુલાકાત તો અઠવાડિયા પહેલા થઈ હતી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અને પછી રાહુલ ગાંધી રામ જન્મભૂમિની મુલાકાત લેવાની સંભાવના પ્રબળ બની ગઈ છે.

વિજય મહાજને તાજેતરમાં અયોધ્યાની મુલાકાત લીધી હતી અને તેમને હનુમાનગઢીના સંતો અને રામલલ્લાના મુખ્ય પુજારી સાથે અન્ય લોકોને પણ મળ્યાં હતા. નિષ્ણાતોનું માનવું છે કે મહાજન રાહુલની આ યાત્રા પહેલા સંતોનો અભિપ્રાય લીધો હશે, ત્યારબાદ રાહુલ ગાંધીએ અયોધ્યા પહોંચી શકે છે. આ મુદ્દે મુખ્ય પુજારીએ આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે રામલલ્લાના દર્શન માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. રાહુલ ગાંધી જો દર્શન કરવા ઈચ્છે તો તેમનું સ્વાગત છે. આ મુદ્દે અયોધ્યાના સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ કોઈ જાણકારી આપી નથી. આમ છતાં અયોધ્યાના એક યુવા નેતાએ કહ્યું છે કે મહાજનની ટીમ દ્વારા આ મુલાકાતને ગુપ્ત રાખવામાં આવી રહી છે. હવે જોવું એ રહ્યું કે રાહુલ ગાંધી કેટલા દિવસમાં અયોધ્યા પહોંચશે. જો રામ મંદિરના નિર્માણના કામકાજની વાત કરીએ તો ગર્ભગૃહનું કામ અંતિમ તબક્કામાં છે.

રામ મંદિરના ગર્ભગૃહનું કામ અંતિમ તબક્કામાં છે. પહેલા માળે પિલરનું લગભગ 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર નવેમ્બર સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. થોડા સમય પહેલા કહેવામાં આવ્યું હતું કે જાન્યુઆરીમાં રામલલાને ગર્ભગૃહમાં બેસાડવામાં આવશે. એટલું જ નહીં, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના નિર્માણની નવી તસવીરો જાહેર કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…