મનોરંજન

Confirmed? Malaika Arora-Arjun Kapoorનું થઈ ગયું છે બ્રેકઅપ? આ રહ્યો પુરાવો…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર (Bollywood Actress Malaika Arora And Arjun Kapoor) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ક્યુટ અને લવેબલ કપલમાંથી એક છે. ફેન્સ બંનેને સાથે જોવાનું ખૂબ જ પસંદ કરે છે, પણ હવે આ કપલ વચ્ચે પણ ભંગાણ પડી ગયું હોવાની ચર્ચા ચાલી રહી છે. મલાઈકા કે અર્જુને આ વિશે ખુલીને કંઈ કહ્યું નથી પણ બંનેની હરકતો ફેન્સને ગૂંચવણમાં મૂકી રહી છે. મુંબઈ એરપોર્ટ પર સાથે દેખાયા બાદ ફેન્સને લાગ્યું કે બંને વચ્ચે બધું બરાબર છે, પણ હવે સોશિયલ મીડિયા પર એક ઈવેન્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકા અને અર્જુન બંને એકબીજાને કમ્પલિટ ઈગ્નોર મારતા દેખાઈ રહ્યા છે અને એ જોઈને તો એવું જ લાગી રહ્યું છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયો બાદ મલાકઈના અને અર્જુનના બ્રેકઅપના સમાચારે જોર પકડ્યું છે. ઈવેન્ટમાં જે જોવા મળ્યું એ આ પહેલાં ક્યારેય જોવા નથી મળ્યું. આ પહેલાં બંને જણ જો કોઈ ઈવેન્ટમાં જતાં તો એક સાથે બેસતા, વાતો કરતાં હતા. પરંતુ આ વખતનો નજારો કંઈક અલગ હતો. આ વખતે બંને જણ એક જ ઈવેન્ટમાં જોવા મળ્યા ખરા પણ એકબીજાથી ડિસ્ટન્સ રાખતા, ઈગ્નોર કરતાં દેખાય.



વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે એક ફેન અર્જુન સાથે સેલ્ફી લઈ રહ્યો છે. ત્યારે મલાઈકા તેને નોટિસ કર્યા વિના પાછળથી પસાર થઈ જાય છે. અર્જુન ભલે આ ભીડમાં તેને પ્રોટેક્સ કરતો જોવા મળી રહ્યો છે પણ મલાઈકા અર્જુનની સામે જોતી પણ નથી.

આ વીડિયો સામે આવ્યા બાદ હવે ફેન્સને એ વાત પર વિશ્વાસ બેસી રહ્યો છે કે માલઈકા અરોરા અને અર્જુન કપૂર (Malaika Arora-Arjun Kapoor Breakup News)નું બ્રેકઅપ કન્ફર્મ છે. બંને જણ અવારનવાર સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતાં હોય છે. જોકે, આ ઈવેન્ટમાંથી બહાર આવ્યા બાદ પણ બંને જણ વચ્ચે કોઈ વાતચીત થઈ છે કે નહીં એ તો જાણી શકાયું નથી. યુઝર્સ આ વીડિયો જોઈને જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.

મલાઈકા અરોરા કે અર્જુન કપૂર બંનેમાંથી કોઈએ પણ બ્રેકઅપને લઈને કોઈ પણ પ્રકારની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી. ત્યાં સુધી આપણે તો ભાઈ અટકળોના સહારે જ જીવી શકીએ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button