
પૅરિસ: ફ્રાન્સના પાટનગરમાં શરૂ થયેલી 33મી ઑલિમ્પિક ગેમ્સમાં નિશાનબાજોએ ભારતને શરૂઆતમાં નિરાશ કર્યા હતા.
10 મીટર ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભારતના નિશાનબાજો સ્પર્ધાની બહાર થઈ ગયા હતા. આ એ ઇવેન્ટ છે જેમાં ચીને આ વખતની ઑલિમ્પિક ગેમ્સનો પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો અને સાઉથ કોરિયાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ટૉપ-ફોરમાં આવતી ટીમને આગળ વધવા મળે છે, પરંતુ ભારતની બે ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Paris Olympics 2024: હરિયાણાની આ દીકરીઓ પેરિસ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવશે! ઓલિમ્પિકમાં ક્વોલિફાય
રમિતા અને અર્જુન બાબુટાની જોડી છઠ્ઠા નંબર પર અને અમદાવાદની એલાવેનિલ વૅલારિવન તથા સંદીપ સિંહની જોડી 12મા સ્થાને રહી હતી.
ત્યાર બાદ સરબજોત સિંહ અને અર્જુન સિંહ ચીમા પણ મેન્સ 10 મીટર ઍર પિસ્તોલના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં હારી ગયા હતા. તેઓ ટોચના આઠ ક્રમની બહાર રહી ગયા હતા.
શનિવારે ભારતના ઘણા ઍથ્લીટો વિવિધ સ્પર્ધામાં રમતા હોવાથી ભારતની નિરાશા મેડલ માટેની આશામાં ફેરવાઈ શકે છે.
ભારતીયો આ પહેલા દિવસે બૅડમિન્ટન, ટેનિસ, હૉકી, બૉક્સિગં વગેરે રમતોની હરીફાઈઓમાં આગળના રાઉન્ડમાં જઈ શકે એમ છે.