ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
પોલ વોલ્ટ (વાંસ કૂદકો)ના ખેલમાં ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવનારા અને ૩૫ વખત વિશ્ર્વવિક્રમ કરનારા એથ્લીટની ઓળખાણ પડી?
અ) પાવો નુરમી બ) થિયરી વિગ્નેરોન ક) સર્જી બુબકા ડ) ઈયાન થોર્પ
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
શિશુ સત્વર
શિરા ઢીલું
શિથિલ બાળક
શિકસ્ત નસ
શીઘ્ર પરાજય
ગુજરાત મોરી મોરી રે
મજેદાર બાળગીતની પંક્તિ પૂરી કરો.
ચાંદાપોળી ——— ઝબોળી, સૌ છોકરાને કટકો પોળી.
અ) દૂધમાં બ) દાળમાં ક) ઘીમાં ડ) દહીંમાં
જાણવા જેવું
મોસમની શરૂઆતમાં ઈશાની વીજળી થાય તો ત્રણ ઘડી કે ત્રણ દિવસમાં વરસાદ થાય. ચોમાસું ઊતરતાં નૈર્ઋત્યમાંથી વીજળી થાય તો વરસાદ ખલાસ થવાની નિશાની છે. પરંતુ પૂર્વમાં વીજળી થાય તો દિવાળીમાં અને કારતકમાં વરસાદ થાય. અગ્નિકોણની વીજળી ચોમાસાની શરૂઆતમાં થાય તો તડકો પડે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અગાઉ કેન્દ્રશાસિત પ્રદેશ ગણાતું ગોવા કયા વર્ષમાં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) ૧૯૬૨
બ) ૧૯૭૪
ક) ૧૯૮૭
ડ) ૧૯૯૧
નોંધી રાખો
માણસના સંબંધો વૃક્ષના પાન સાથે સરખાવવામાં આવે છે. આજે લીલાછમ હોય તો આવતી કાલે પીળા અને પછી સૂકા પણ પડી જતા હોય છે.
માઈન્ડ ગેમ
ભારતને સ્વતંત્ર્ાતા મળ્યા પછી રચવામાં આવેલી સરકારમાં દેશના સર્વપ્રથમ નાણાં પ્રધાન તરીકે જવાબદારી કોને સોંપવામાં આવી હતી?
અ) આર આર દિવાકર બ) જોન મથાઈ
ક) શણમુગમ ચેટ્ટી ડ) સી. ડી. દેશમુખ
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
છજું ઝરુખાનું છાપરું
છટકું જાળ
છળ કપટ
છારી પડ
છાકટો દારૂડિયો
ગુજરાત મોરી મોરી રે
બગલી
ઓળખાણ પડી
પુણે
માઈન્ડ ગેમ
ક્લેમેન્ટ એટલી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બળવંતરાય ઠાકોર