આપણું ગુજરાત

ગરબાની પ્રેકટિસ કરવા ગયેલા 19 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત

જામનગર: ગુજરાતમાં કાચી વયે યુવાનોના હૃદય બંધ પડી જવાની ઘટનાઓમાં ઘણો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ પામતા યુવાનોને જોઇને આશ્ચર્ય સાથે દુ:ખની લાગણી અનુભવાય છે.

આજે જામનગરથી આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં ફક્ત 19 વર્ષનો ટીનએજર ગરબાની પ્રેકટિસ કરી રહ્યો હતો અને અચાનક સ્ટેપ કરતા કરતા તે ઢળી પડ્યો.

તેની સાથે ગરબા રમતા લોકોએ તરત તેને હોસ્પીટલ ખસેડ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું. વિનીત કુંવરિયા નામનો આ યુવાન જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસમાં નિયમિતપણે ગરબા શીખવા જતો હતો. આજે ઓચિંતા જ ગરબાના સ્ટેપ કરતી વખતે તે ઢળી પડ્યો હતો અને હોસ્પીટલમાં જ્યારે તેને લાવવામાં આવ્યો ત્યારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


આયુષ્યના પુરા 20 વર્ષ પૂર્ણ થાય એ પહેલા વ્હાલસોયો પુત્ર મોતને હવાલે થઇ જતા કિશોરની માતા સહિત પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. વિનીતે થોડા મહિનાઓ પહેલા જ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ બાદ યુવા વર્ગમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો છે.


પાંચ દિવસ અગાઉ જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા યુવકનું પણ દાંડિયા રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ચિરાગ પરમાર નામનો 24 વર્ષીય યુવાનને દાંડિયા રમવાનો શોખ હતો. ગરબાની પ્રેકટિસ દરમિયાન તેને અચાનક ચક્કરો આવતા તે ઢળી પડ્યો હતો અને તરત જ મૃત્યુ પામ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?