એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીઈઓ મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં કરવામાં આવે છે

હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં તેમણે ધૂમ પૈસો ખર્ચ કરીને દેશ જ નહીં દુનિયામાં પણ લાઈમલાઈટ ચોરી લીધી હતી

લગ્નને કારણે મુંબઈ ખાતે આવેલા અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું

પણ શું તમને ખબર છે મુકેશ અંબાણીના બીજા પાંચ ઘર પણ છે જે એન્ટિલિયા જેવા જ શાનદાર છે? ચાલો તમને એ વિશે જણાવીએ-

2021માં તેમણે બકિંઘમશાયરમાં સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબને 57 મિલિયન પાઉન્ડમાં ખરીદ્યું હતું, જે 300 એકરમાં આવેલું છે

સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબમાં 49 બેડરૂમ, એક ગોલ્ફ કોર્સ અને ટેનિસ કોર્ટ તેમ જ પ્રાઈવેટ ગાર્ડન છે, અહીં આવેલી દરેક વસ્તુ ખૂબ જ સુંદર અને ભવ્ય છે

આ સિવાય મુકેશ અંબાણી દુબઈમાં 80 મિલિયન ડોલર પામ જુમેરાહ નામની વિલા ખરીદી છે

આ વિલામાં પ્રાઈવેટ બીચ, પૂલ, સ્પા અને સલોન તેમ જ દસ બેડરૂમ આવેલા છે

આ ઉપરાંત ન્યૂયોર્કના લક્ઝરી હોટેલ મેંડારિન ઓરિએન્ટલને પણ અંબાણીએ આશરે 728 કરોડ રૂપિયામાં ખરીદી હતી