ટોપ ન્યૂઝનેશનલ

ટોલ બાબતે મોટો નિર્ણય: ફાસ્ટેગ સિસ્ટમનો અંત, નવી સિસ્ટમ આવશે

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે અને હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે. આ સાથે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે શુક્રવારે કહ્યું હતું કે સરકાર ટોલની અત્યારની સિસ્ટમ નાબૂદ કરી રહી છે અને ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલની વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે.

રાજ્યસભામાં લેખિત જવાબ આપતાં તેમણે એમ પણ કહ્યું હતું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (જીએનએસએસ) લાગુ કરવા જઈ રહ્યું છે. હાલમાં આ માત્ર પસંદગીના ટોલ પ્લાઝા પર જ લાગુ થશે. આ પહેલા ન્યૂઝ એજન્સી એએનઆઈને નીતિન ગડકરીએ કહ્યું હતું કે, હવે અમે ટોલની વર્તમાન સિસ્ટમને નાબૂદ કરી રહ્યા છીએ અને સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને ફી તમે જેટલું અંતર કાપશો તેના આધારે વસૂલવામાં આવશે. આનાથી મુસાફરીના સમય અને પૈસાની બચત થશે. પહેલા મુંબઈથી પૂણે જવા માટે 9 કલાક લાગતા હતા. હવે તે ઘટીને 2 કલાક થઈ ગયા છે, એમ પણ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: સરકાર જલદી કેટલાક નેશનલ હાઇવે પર સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરશેઃ ગડકરી

ગયા મહિને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

જીએનએસએસ-આધારિત સિસ્ટમ પર સંબંધિત પક્ષકારોનું માર્ગદર્શન લેવા માટે 25 જૂન, 2024 ના રોજ એક આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, 7 જૂન, 2024ના રોજ વૈશ્ર્વિક અભિવ્યક્તિ (ઈઓઆઈ) સબમિટ કરવામાં આવી હતી, જેમાં વ્યાપક ઔદ્યોગિક સહભાગિતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઈઓઆઈ સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ, 2024 હતી.

ગયા વર્ષે જ નવી સિસ્ટમ વિશે માહિતી આપી હતી

ગયા વર્ષના ડિસેમ્બરમાં નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી હતી કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ માર્ચ 2024 સુધીમાં આ નવી સિસ્ટમ લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વર્લ્ડ બેંકને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડવાના પ્રયાસો વિશે જાણ કરવામાં આવી છે.

ફાસ્ટેગ સિસ્ટમ ચાલુ કરવામાં આવ્યા બાદ ટોલ પ્લાઝા પર સરેરાશ રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે ઘટી ગયો હતો, હવે એનાથી અદ્યતન સુવિધા આવી રહી છે. કર્ણાટકમાં એનએચ-275 ના બેંગલુરુ-મૈસુર વિભાગ અને હરિયાણામાં એનએચ-709 ના પાણીપત-હિસાર વિભાગ પર તેની ટ્રાયલ લેવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress