Gujarat માં પોસ્ટ ગ્રેજ્યુએશન ડેન્ટલમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત, 51 બેઠક ખાલી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)માસ્ટર ઓફ ડેન્ટલ-એમડીએસમાં પ્રથમ રાઉન્ડના અંતે કુલ 51 બેઠકો ખાલી રહી છે. જે,આ પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફી ભરવા માટે આપેલી મુદત પૂરી થઇ છે. હવે આ બેઠકો માટે આગામી દિવસોમાં નવો રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવશે. જે મુજબ મેરિટમાં કુલ 293 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો જે પૈકી 290 વિદ્યાર્થીઓએ પસંદગી ભરી હતી. પહેલા રાઉન્ડમાં 224 બેઠકો પૈકી 149 વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો.
108 વિદ્યાર્થીઓએ જે તે સંસ્થા ખાતે જઇને એડમિશન લીધું
જ્યારે ખાલી પડેલી 75 બેઠકો એનઆરઆઇ અને મેનેજમેન્ટ કવોટાની હોવાથી આ બેઠકોને બીજા રાઉન્ડમાં ફાળવણી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો તેમને ફી ભરવા માટે 24મી સુધીની મુદત આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તે પૈકી 108 વિદ્યાર્થીઓએ જે તે સંસ્થા ખાતે જઇને એડમિશન લીધું છે.
વિદ્યાર્થીઓનો ચોઇસ ફિલિંગ કરવા સૂચના આપવામાં
99 વિદ્યાર્થીઓએ ફી ભરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂરી કરી દીધી છે. પહેલા રાઉન્ડના અંતે જે બેઠક ખાલી પડી છે તેમાં મોટાભાગે ઊંચી ફીના કારણે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નહોવાનું બહાર આવ્યું છે. એમડીએસમાં પ્રવેશ માટે 18મીથી 20મી સુધી વિદ્યાર્થીઓનો ચોઇસ ફિલિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.