આમચી મુંબઈ

મીઠી નદીમાં મગર જોવા મળતા લોકોમાં ફફડાટ

મુંબઈમાં વરસાદ વચ્ચે BKC પાસે મીઠી નદીમાં એક મોટો મગરમચ્છ તરતો જોવા મળ્યો હતો. તેને જોઈને લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

મુંબઈમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ ચાલુ છે, પરંતુ ગુરુવારે સવારથી જ વરસાદનું જોર વધ્યું હતું, જેના કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુંબઈમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે નાની-મોટી નદી નાળાઓ ઉભરાઇ રહ્યા છે.

મુંબઈની વચ્ચેથી પસાર થતી મીઠી નદી પણ ઝડપથી વહી રહી છે. વરસાદના કારણે મીઠી નદીમાં એક મગર તરતો જોવા મળ્યો હતો. આ જોઈને લોકોને પરસેવો છૂટવા લાગ્યો.
વરસાદ વચ્ચે મીઠી નદીમાં મગર તરતા જોઈને આસપાસ રહેતા લોકો ભયભીત થઈ ગયા હતા. તેઓને ડર હતો કે આ મગર ફરતા ફરતા તેમના ઘરમાં ના ઘૂસી જાય. જોકે, વાઈલ્ડલાઈફ એનિમલ પ્રોટેક્શન એન્ડ રેસ્ક્યુ એસોસિએશન (RAW)ના અતુલ કાંબલેએ લોકોને ચિંતા ન કરવાની સલાહ આપી છે.

મીઠી નદીમાં મગરને જોયા બાદ વાઇલ્ડ લાઇફ એનિમલ પ્રોટેક્શન એન્ડ રેસ્ક્યુ એસોસિએશન (RAW) અને પ્રેસિડેન્ટ અને ઓનરરી વાઇલ્ડલાઇફ વોર્ડન પવન શર્માએ જણાવ્યું હતું કે વરસાદને કારણે નદી નાળાઓ ઉભરાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં આ મગરમચ્છ કદાચ દરિયામાંથી પાણીના સહારે મીઠી નદીમાં આવી ગયો હશે. અથવા મીઠી નદીમાં પહેલેથી જ હશે. આવી સ્થિતિમાં લોકોએ મીઠી નદીમાં જવાનું ટાળવું જોઇએ.

ચોમાસા દરમિયાન મીઠી નદીમાં મગર જોવા મળ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. ચોમાસા દરમિયાન મીઠી નદીમાં મગરો ઘણીવાર તરતા જોવા મળે છે. મીઠી નદી સમુદ્ર સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં દરિયામાંથી પણ મગર મીઠી નદીમાં આવી શકે તેવી આશંકા છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button