Ahmedabadમાં સ્કૂલ વર્ધીના 15 હજારમાંથી માત્ર 750 વાહનો પાસે જ ફિટનેસ અને પરમિટ
અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલો શરૂ થઇ તે પૂર્વે રાજકોટ અગ્નિકાંડના પગલે આરટીઓએ સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેશ અને પરમિટ નહીં હોય તો વાહન ડિટેઇન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આ ઝુંબેશનો વિરોધ કરીને સ્કૂલવર્ધી એસોસિએશને બે દિવસની હડતાળ પાડી હતી. જો કે આ આરટીઓએ 45 દિવસની સમય મર્યાદા આપી હતી. જો કે આ સમય મર્યાદા 31 જુલાઇએ પૂર્ણ થઈ રહી છે ત્યારે અમદાવાદની(Ahmedabad)ત્રણેય આરટીઓમાં હાલ સ્કૂલવર્ધીના 15 હજારમાંથી માત્ર 750 વાહનોમાં જ ફિટનેશ અને પરમિટની પ્રક્રિયા પૂરી થઇ છે.
ફિટનેસ-પરમિટ માટે હવે છ દિવસ જ બાકી
વાહનવ્યવહાર વિભાગ દ્વારા 45 દિવસની સમય મર્યાદા અપવામાં આવી છે. સમય મર્યાદાને સવા મહિનો પૂરો થઈ ગયો છે, ત્યારે અમદાવાદની ત્રણેય આરટીઓમાં હાલ સ્કૂલવર્ધીના શહેરમાં સ્કૂલવર્ધીના વાહનો 15 હજાર છે જેમાંથી 750ની જ ફિટનેસ-પરમિટ લેવાઇ છે. જેમાં હવે છ દિવસ જ બાકી છે ત્યારે 14,250 વાહનોમાં ફિટનેસ અને પરમિટ પ્રક્રિયા બાકી છે.
અમદાવાદમાં હજી 14,250 વાહનોનું ફિટનેશ બાકી
અમદાવાદમાં હવે RTO પાસિંગ માટે છ દિવસનો સમય છે. ત્યારે કેટલાક શહેરોમાં તો આંકડો ડબલ ડિજિટને પણ પાર થયો નથી. અમદાવાદમાં હજી 14,250 વાહનોમાં ફિટનેસ અને પરમિટ બાકી છે.