આપણું ગુજરાતનવસારીવલસાડ

Gujarat ના અનેક જિલ્લામાં લીલા  દુષ્કાળની સ્થિતિ,  વલસાડ જિલ્લામાં સરેરાશ 56 ઇંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં સારો વરસાદ વરસી રહ્યો છે રાજ્યના ઘણા જિલ્લામાં ગતરોજની સ્થિતિએ જરૂર કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં અને નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જ્યારે બીજા ક્રમે દેવભુમિ દ્વારકા જિલ્લો અને ત્રીજા ક્રમે પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હજુ પોણા ભાગનું ચોમાસું બાકી રહ્યુ છે. ત્યારે હવે કેટલાક જિલ્લામાં લીલા દુકાળની ભીતી સેવાઈ છે.

રાજ્યમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં સરેરાશ 56 ઈંચ વરસાદ

રાજ્યમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં 56 ઈંચ અને નવસારી જિલ્લામાં 54 ઈંચ નોંધાયો છે. બીજા ક્રમે દેવભુમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર ચોમાસામાં વરસાદ વરસે તેના કરતા ચોમાસાના એક મહિનામાં જ દોઢ ગણો વરસાદ વરસી ગયો છે. આ વર્ષે આજ સુધીમાં આશરે 44 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ જિલ્લામાં સરેરાશ આશરે 31 ઈંચ વરસાદ વરસે છે તે મુજબ મૌસમનો 142 ટકા વરસાદ પડી ગયો છે.

પોરબંદરઅને જૂનાગઢ જિલ્લામાં 121 ટકા વરસાદ

પોરબંદર જિલ્લામાં વર્ષે સરેરાશ 32 ઈંચ વરસાદ વરસતો હોય છે તેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં જ 39 ઈંચ વરસાદ વરસી ગયું છે. એટલેકે 121 ટકા વરસાદ એક મહિનામાં જ વરસી ગયો છે. રાજ્યમાં ત્રીજા ક્રમે જુનાગઢ જિલ્લામાં આજ સુધીમાં 48.50 ઈંચ વરસાદ વરસ્યો છે જે સમગ્ર ચોમાસામાં સરેરાશ 40 ઈંચ કરતા વધારે છે, એટલે કે મૌસમનો 121 ટકા વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ

સૌરાષ્ટ્રમાં દેવભુમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા, પોરબંદર તાલુકો, જુનાગઢ જિલ્લાના જુનાગઢ, જુનાગઢ શહેર, કેશોદ, માળિયા હાટીના, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર તાલુકામાં 40 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ વિસાવદરમાં 1538 મિમિ અર્થાત આશરે આશરે 62 ઈંચ અને વંથલીમાં 56 ઈંચ જ્યારે દ્વારકા અને કેશોદ તાલુકામાં પણ આજ સુધીમાં 53 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે અને હજુ પોણા ભાગનું ચોમાસું બાકી રહ્યુ છે.

નવસારી, વલસાડ જિલ્લાના તમામ 12 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં 31 તાલુકા એવા છે જ્યાં ચોમાસાના એક મહિનામાં જ 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે જેમાં નવસારી અને વલસાડ જિલ્લાના તમામ 12 તાલુકા, સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, મહુવા, પલાસણા, સુરત શહેર, ઉમરપાડા, તાપીનો દોલવન તાલુકાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં આ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ

બીજીતરફ ગુજરાતમાં નોર્મલ સરેરાશ સામે સૌથી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં માત્ર 22.30 ટકા વરસાદ વરસ્યો છે, અરવલ્લી જિલ્લામાં માત્ર 23 ટકા, પાટણમાં 26 ટકા, મહીસાગરમાં 25 ટકા વરસાદ જ વરસ્યો છે. મધ્યપૂર્વ ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં ગઈકાલે ધોધમાર વરસ્યો છે. છોટા ઉદેપુર, પંચમહાલ જિલ્લાઓમાં પણ 50 ટકાથી ઓછો વરસાદ છે. સૌરાષ્ટ્રમાં જ આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ જ થયો છે. આ જિલ્લામાં નોર્મલ 24 ઈંચ સામે હજુ માત્ર સાત ઈંચ વરસાદ જ નોંધાયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો…