આજે પૅરિસ બનશે અકલ્પનીય સ્ટેડિયમ, આખી દુનિયા જોશે ઑલિમ્પિક્સના અભૂતપૂર્વ ઓપનિંગનો નજારો
ભારતીય સમય અનુસાર રાત્રે 11.00 વાગ્યે શુભારંભ, પ્લાન-બી અને પ્લાન-સી પણ તૈયાર
પૅરિસ: 1924ની સાલ બાદ (બરાબર 100 વર્ષ પછી) ફરી એક વાર ફ્રાન્સને આંગણે સમર ઑલિમ્પિક ગેમ્સના આયોજનનો અવસર આવ્યો છે.
પૅરિસમાં આજે એવી ગ્રેન્ડ ઓપનિંગ સેરેમની યોજાશે જે અગાઉ ક્યારેય કોઈ મેગા ઇવેન્ટમાં નથી થઈ. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વખત સ્ટેડિયમની બહાર ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ યોજાશે.
પૅરિસના વિશ્વવિખ્યાત એફિલ ટાવરની નજીક અને સેન નદી પર તથા એના કિનારા પરના વિસ્તારોમાં આ પ્રારંભિક સમારોહના પ્રોગ્રામ યોજાશે. લાખો લોકો આ સેરેમનીને પ્રત્યક્ષ જોશે અને કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓ એને ટીવી પર નિહાળશે.
આતંકવાદીઓના હુમલાના ભય વચ્ચે કુલ 50,000થી વધુ પોલીસ તેમ જ સૈનિકો ગોઠવી દેવામાં આવ્યા છે. જો કોઈ અનિવાર્ય કારણસર ખુલ્લામાં ઓપનિંગ સેરેમની રદ કરવી પડે તો નજીકના બે સ્ટેડિયમમાં ઓપનિંગના કાર્યક્રમો રાખી દેવાના પ્લાન-બી અને પ્લાન-સી તૈયાર રાખવામાં આવ્યા છે.
10,700 પણ વધુ ઍથ્લીટોને 100 જેટલી બોટમાં સેન નદીની સફર કરાવવામાં આવશે.
ભારતે આ વખતે સૌથી વધુ 117 ઍથ્લીટો- ખેલાડીઓને મેડલ લઈ આવવા માટે પૅરિસ મોકલ્યા છે. 2021ની ટોકયો ઑલિમ્પિક્સમાં ભારત ફક્ત 7 મેડલ જીત્યું હતું, પરંતુ આ વખતે મેડલની સંખ્યા ડબલ-ડિજિટમાં લાવવા ભારતીય સ્પર્ધકો મક્કમ છે.
ભારતને સૌથી વધુ 10 સ્પર્ધક પાસે મેડલની આશા
(1) નીરજ ચોપડા (ભાલાફેંક)
(2) નિખત ઝરીન (મહિલા વર્ગની મુક્કાબાજી, 50 કિલો વર્ગ)
(3) સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી/ચિરાગ શેટ્ટી (બૅડમિન્ટન, મેન્સ ડબલ્સ)
(4) પીવી સિંધુ (બૅડમિન્ટન સિંગલ્સ)
(5) અંતિમ પંઘાલ (મહિલા કુસ્તી, 53 કિલો, ફ્રીસ્ટાઈલ)
તેમ જ અમન સેહરાવત (પુરુષ કુસ્તી, 57 કિલો, ફ્રીસ્ટાઈલ)
(6) સિફત કૌર સામરા (મહિલા શૂટિંગ, 50 મીટર રાઇફલ)
(7) મનુ ભાકર (મહિલા શૂટિંગ, 25 મીટર પિસ્તોલ સિંગલ્સ અને 10 મીટર ઍર પિસ્તોલ ટીમ ઇવેન્ટ)
(8) તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવારા, પ્રવીણ જાધવ (તીરંદાજી, મેન્સ રીકર્વ ટીમ)
(9) અંકિતા ભકત, દીપિકા કુમારી, ભજન કૌર (તીરાંદાજી, ટીમ ઇવેન્ટ તથા મિકસ્ડ ઇવેન્ટ)
(10) મેન્સ હૉકી ટીમ.
Also Read –