શું તમે પણ 9થી 5ની જોબ કરો છો…? તો આ સમાચાર તમારી માટે જ છે
જો તમે પણ 9થી 5ની રેગ્યુલર જોબ કરો છો તો ચેતી જજો! કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેટસ્પીડે પોતાની પાંખ પસારી રહ્યું છે અને જો તે આવી જ તીવ્ર ગતિએ આગળ વધવાનું ચાલુ રાખશે તો એ દિવસ દૂર નથી કે જ્યારે 9થી 5ના જોબ ભૂતકાળ બની જાય, કારણ કે AI આ બધા જોબ ખાઇ જશે.
LinkedIn સહ-સ્થાપક રીડ હોફમેને માનવ જીવન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને સમજાવ્યું કે કેવી રીતે AI કાર્ય સંસ્કૃતિમાં ક્રાંતિ લાવી શકે છે અને માનવ જીવનને બદલવામાં મદદ કરી શકે છે. તેમનો એક જૂનો ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવી રહ્યો છે, જ્યાં હોફમેન આગાહી કરે છે કે 2034 સુધીમાં નવ-પાંચ નોકરીઓ ભૂતકાળ બની જશે. તેમની આગાહી એટલા માટે પણ ડરામણી છે કારણ કે ભૂતકાળમાં તેઓ આવી આગાહી કરી ચૂક્યા છે અને તે સાચી પણ પડી છે. રીડ હોફમેને 1997 માં સોશિયલ મીડિયાના ઉદયની આગાહી કરી હતી.
AIની શરૂઆત સાથે, કાર્ય સંસ્કૃતિમાં ઘણા ફેરફારો થવા લાગ્યા છે.
લિંક્ડઇનના સહ-સ્થાપક રીડ હોફમેને જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત વર્કફોર્સ ખૂબ જ ગતિશીલ રીતે પરિવર્તન લાવી રહ્યું છે જે 9-5 નોકરીઓને પણ અસર કરશે. 2034 સુધીમાં, 9-5ની નોકરી ભૂતકાળ બની જશે. તેમણે કહ્યું કે AI માનવ જીવનને સરળ બનાવશે અને તેને વર્કફોર્સથી બદલશે નહીં. ઉપરાંત એ સમયે જે પણ થોડી ઘણી નોકરીઓ હશે તેમાં નોકરીની સુરક્ષાનો પણ અભાવ હશે, જે ઘણા કર્મચારીઓ ઈચ્છે છે.
LinkedIn ના સહ-સ્થાપક રીડ હોફમેન માને છે કે AI અને ઓટોમેશનની આગામી ત્રણ દાયકામાં કર્મચારીઓ પર સૌથી વધુ અસર પડશે. પરિણામ એ આવશે કે 9-5 નોકરીઓ અદૃશ્ય થઈ જશે. AI ઉત્ક્રાંતિ ઝડપથી થઈ રહી છે અને પરિણામ એ આવશે કે ભવિષ્યની કાર્ય સંસ્કૃતિ નોંધપાત્ર રીતે બદલાઇ જશે. જો કે, તેમનું માનવું છે કે AI માનવ ઉત્થાનમાં મદદરૂપ હોવું જોઈએ અને માનવીના રિપ્લેસમેન્ટમાં નહીં.
હોફમેન એક સેમિનારમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સોફ્ટવેર અને રોબોટ્સ સાથેનું AI એટલા અદ્યતન તબક્કામાં છે કે તે માનવીની વાતચીત સાંભળી શકે છે અને માણસની જેમ જવાબ આપી શકે છે. આ અદ્ભુત છે. આ એક ખૂબ જ રોમાંચક વિકાસ છે કારણ કે મનુષ્ય અને AI રોબોટ્સ વચ્ચેનું આ જોડાણ એકલતા દૂર કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે કંપનીઓનો મોટો હિસ્સો હવે તેમની દૈનિક કામગીરીમાં AIનો સમાવેશ કરી રહી છે. AI તકનીકો, મશીન લર્નિંગ, ડેટા એનાલિટિક્સ અને ઓટોમેશન વધુ સચોટ અને ઝડપી કાર્ય કરવા સક્ષમ છે. આ સાથે કર્મચારી પોતાના સમયનો ઉપયોગ સર્જનાત્મકતા માટે કરી શકે છે.
AIનો અસરકારક ઉપયોગ માનવ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શક્ય બનાવી શકે છે. કર્મચારીઓના કામનો બોજ પણ ઓછો થઈ શકે છે. કર્મચારીઓ વધુ સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. નવીનતા વધારી શકે છે.
જોકે, ડેટા પ્રાઈવસી અને એઆઈ એથિક્સનો મુદ્દો માત્ર ચિંતાનો વિષય જ નહીં પરંતુ નોકરીઓને પણ જોખમમાં મૂકી શકે છે.
Also Read –