Gujarat માં આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળશે મેઘરાજા, બે કલાકમાં 24 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતના(Gujarat )માં અત્યારે બે સિસ્ટમ સક્રિય થતા આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ(Rain) વરસવાની શકયતા દર્શાવામાં આવી છે. રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે સવારે કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને અન્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાનો શરૂ થયો છે સવારના છથી આઠ વાગ્યા સુધીમાં 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આજે સવારે બે કલાકમાં 24 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે સવારે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાનો શરૂ થયો છે સવારના આઠ વાગ્યા સુધીના બે કલાકમાં 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ તાપીના ઉછ્ચલમાં બે ઈંચથી વધુ (55 મિમી), સોનગઢમાં અડધા ઈંચથી વધુ (18 મિમી) જેટલો વરસાદ વરસી છે. આ ઉપરાંત સુબીરમા અડધો ઈંચ વરસાદ નોધાયો છે જ્યારે અનેય તાલુકામાં અક મિમીથી 11 મિમીની વચ્ચે વરસાદ વરસી ચુક્યો છે.
આજે દક્ષિણ ગુજરાતમાં અગાહી
હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી, ભાવનગર દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે છોટા ઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, ખેડા, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ચાર દિવસ ગુજરાતના દરિયાકાંઠે 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા સહિત હળવાથી ભારે વરસાદી ઝાપટાંની અસર રહેશે, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.