ગુજરાતમાં Chandipura Virus થી 44 દર્દીઓના મોત, 124 શંકાસ્પદ દર્દી નોંધાયા
અમદાવાદ : ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ થયેલા ચાંદીપુરા વાયરસ(Chandipura Virus)અનેક જિલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી આ વાયરસના લીધે 44 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમજ 124 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાંથી 26 દર્દીઓ સાજા થયા છે. આ વાયરસનો સૌથી વધારે ફેલાવો હાલ પંચમહાલમાં છે જયા 15 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 41,211 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 6 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં પંચમહાલમાં સૌથીવધુ 15 કેસ
ચાંદીપુરાના અરવલ્લીમાં-છ, મહીસાગર-બે, ખેડા-બે, મહેસાણા-સાત, રાજકોટ-પાચ, સુરેન્દ્રનગર-ચાર, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-છ, સાબરકાંઠા-12, જામનગર-છ, મોરબી-પાંચ, ગાંધીનગર કોર્પોરેશન-ત્રણ, છોટાઉદેપુર અને દાહોદ-બે, વડોદરા-છ, નર્મદા-બે, બનાસકાંઠા-પાંચ, વડોદરા કોર્પોરેશન-બે, ભાવનગર-એક દેવભૂમિ દ્વારકા-એક, રાજકોટ કોર્પોરેશન-ચાર, કચ્છ-ત્રણ, સુરત કોર્પોરેશન-બે, ભરૂચ-03, અમદાવાદ-એક તેમજ જામનગર કોર્પોરેશન-એક શંકાસ્પદ કેસો મળી આવ્યા છે.
| Also Read: ગુજરાતમાં Chandipura Virus બેકાબૂ, શંકાસ્પદ 101 કેસ 38 લોકોના મોત
રાજ્યમાં શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ
રાજ્યમાં શંકાસ્પદ 124 કેસ પૈકી ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ સાબરકાંઠામાં-છ, અરવલ્લી-ત્રણ, મહીસાગર-એક, ખેડા-ત્રણ, મહેસાણા-ત્રણ, રાજકોટ-એક, સુરેન્દ્રનગર-એક, અમદાવાદ કોર્પોરેશન-ત્રણ, ગાંધીનગર-એક, પંચમહાલ-છ નોંધાયા છે. આ ઉપરાંત જામનગર, મોરબી, દાહોદ, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ કોર્પેરેશન તેમજ કચ્છ જિલ્લામાંથી એક-એક કેસ સહિત ચાંદીપુરા 37 કેસ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
કેન્દ્રથી તપાસ માટે ટીમ ગુજરાત આવી
ગાંધીનગરમાં કેન્દ્રના બે વૈજ્ઞાનિકો ચાંદીપુરા વાયરસને પગલે મુલાકાતે આવ્યા છે. અને વાયરસથી સંક્રમિત વિસ્તારની મુલાકાત લીધી છે. આ બંને વૈજ્ઞાનિકો ગાંધીનગર સેકટર 17માં ચાદીપુરા વાયરસ અંગે તપાસ કરી હતી.