નેશનલ

હેં…મુખ્ય પ્રધાનને જ ટિકિટ નહી? મધ્યપ્રદેશમાં પણ ગુજરાત પેટર્ન?


જે રાજ્યમાં ચૂંટણી હોય તે રાજ્યમાંથી ઝાટકા આપતા સમાચારો આવ્યા જ કરતા હોય, પરંતુ મધ્ય પ્રદેશથી આવનારા સમાચાર તો બહુ મોટો આંચકો આપનારા છે. જોકે ગુજરાતને થોડો ઓછો આંચકો લાગશે કારણ કે તેઓ પહેલા આ ભૂકંપ સહન કરી ચૂક્યા છે. હા હવે આંચકો મધ્ય પ્રદેશ ભાજપને લાગશે તેવા અહેવાલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપ ગુજરાતની જેમ મધ્ય પ્રદેશ સરકારના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સહિત આખા પ્રધાનમંડળને ઘરે બેસાડવાની છે. તેમને વિધાનસભાની ટિકિટ મળવાની નથી. ગુજરાતમાં ચૂંટણી પહેલા જ 2021માં વિજય રૂપાણી સરકારને ઘરે બેસાડી નવી સરકાર આવી હતી અને રૂપાણી સરકારના પ્રધાનોમાંથી મોટા ભાગનાને 2022ની વિધાનસભાની ટિકિટ પણ મળી ન હતી.
આવું જ કંઈક મધ્ય પ્રદેશમા થવા જઈ રહ્યું છે. બે ટર્મથી મુખ્ય પ્રદાન રહ્યા બાદ છેલ્લી ચૂંટણીમાં ભાજપ હારી ગઈ હતી, પરંતુ તે બાદ કૉંગ્રેસ સરકારને પાડી ફરી ભાજપ સરકાર સત્તા પર આવી અને મામાના નામે જાણીતા ચૌહાણ સત્તા પર આવ્યા હતા. જોકે તેમની સરકાર વિરોધ લોકોમાં નારાજગી હોવાનું ઘણીવાર બને છે.
તાજેતરમાં ભાજપની ઉમેદવારોની યાદીમાં ચાર જેટલા સાંસદોના નામ પણ છે. માનવામાં આવે છે કે આમાંથી જ કોઈને તેમના વિકલ્પ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે. જોકે ભાજપના સૂત્રોએ આ અહેવાલને રદિયો આપ્યો હતો. આમ પણ આવા મામલે સ્વાભાવિક રીતે પહેલાથી કોઈ સત્તાવાર માહિતી મળે નહીં, પરંતુ મીડિયા રિપોર્ટ્સ બાદ મધ્ય પ્રદેશનું રાજકારણ ગરમાયું છે, તે નક્કી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button