આમચી મુંબઈ

BMCની મોટી જાહેરાતઃ મુંબઈના જાણીતા ત્રણ મંદિરોની કાયાપલટ કરાશે

મુંબઈ: મુંબઈના સૌથી પ્રખ્યાત મંદિરો ગણાતા સિદ્ધિ વિનાયક, મુંબાદેવી અને મહાલક્ષ્મી મંદિરની કાયાપલટ માટે પાલિકાએ પગલાં લેવાનું શરૂ કર્યું છે. પાલિકાએ સિદ્ધિ વિનાયકની કાયાપલટ માટે સલાહકારની નિમણૂક કરવા ટેન્ડર બહાર પાડ્યા છે. આ સિવાય મુંબાદેવી મંદિર માટે આર્કિટેક્ટ અને મહાલક્ષ્મી મંદિર માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (પીએમસી)ની નિમણૂક કરવામાં આવી છે.

પાલિકાના એડિશનલ કમિશનર અશ્વિની જોશીએ જણાવ્યું હતું કે આ મંદિરોના વિકાસ માટે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થોડા સમય પહેલા જ પ્રભાદેવીના સિદ્ધિ વિનાયક મંદિરનો વિકાસ ઉજ્જૈનના મહાકાલ મંદિરના આધારે કરવાની જાહેરાત કરી હતી. પાલિકા આ પાછળ રૂ. ૫૦૦ કરોડ ખર્ચ કરશે. મુંબાદેવી મંદિરના સૌંદર્યીકરણ પાછળ રૂ. ૨૨૦ કરોડ અને મહાલક્ષ્મી મંદિરના વિકાસ પાછળ રૂ. ૧૮ કરોડ ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: Jagannath Puri મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખૂલ્યો, ચાર તિજોરી અને ત્રણ પેટીમાં ભર્યું છે આટલું સોનું

મહાલક્ષ્મી મંદિરમાં વધુ ફેરફાર કરવાની જરૂર નથી. મંદિરના દાદર તથા એન્ટ્રી-એક્ઝિટ પર કામ કરવાનું છે. આ માટે પીએમસીની નિમણૂક કરવામાં આવી છે. રિપોર્ટ મળ્યા બાદ કામ આગળ વધારવામાં આવશે. પાલિકાએ ભુલાભાઇ દેસાઇ રોડતી મહાલક્ષ્મી મંદિર સુધી ફૂટપાથ કોરિડોર બનાવ્યો છે. ૩૦૦ મીટર લાંબા આ ફૂટપાથ દ્વારા લોકો ડાઇરેક્ટ મહાલક્ષ્મી મંદિર પહોંચી શકશે.

ફોર્ટ ફેરીની જેમ સિદ્ધિવિનાયક મંદિર માટે બેસ્ટ બસની સિદ્ધિવિનાયક ફેરી શરૂ કરવાની યોજના છે. તેનાથી દાદર સ્ટેશનની બહારથી મંદિર સુધી ડાઇરેક્ટ ફેરીની સુવિધા ઉપલબ્ધ થશે અને લોકો દાદર સ્ટેશનથી મંદિર સુધી પાંચ મિનિટમાં પહોંચી જશે. સિદ્ધવિનાયક મંદિરમાં એક બાજુથી પ્રવેશ આપવામાં આવે છે જેને બન્ને બાજુ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે.
મુંબઈની કુલદેવી ગણાતી મુંબાદેવી મંદિરના વિસ્તારનો કાયાપલટ કરવામાં આવશે. પાલિકાએ મંદિરના વિકાસ માટે ત્યાં ચાલી રહેલું પાર્કિંગનું કામ અટકાવી દીધું છે. આ સિવાય આર્કિટેક્ટને વિકાસની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાનું કહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે અહીંના સોના-ચાંદીના વેપારીઓને શિફ્ટ કરવાનું એક પડકાર છે. મંદિરની એક પાસે ગાર્ડનની જગ્યા અનામત છે જેને મંદિર સાથે જોડવાની યોજના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button