આમચી મુંબઈમહારાષ્ટ્ર

બદલાપુર-વાંગણી વચ્ચે ટ્રેક પર પાણી ભરાતા મુંબઈ-પુણે વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

મુંબઈ સહિત થાણે, પુણે, રાયગઢમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે. પુણે અને પિંપરી ચિંચવડમાં ભારે વરસાદને કારણે રહેવાસી વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે બદલાપુરમાં ભારે વરસાદને કારણે બદલાપુર-વાંગણી વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાતા મુંબઈ સબર્બન અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર અસર થઈ છે, પરંતુ પશ્ચિમ રેલવેમાં વરસાદને કારણે ટ્રેનસેવા પર વિશેષ અસર થઈ નહોતી.

આ પણ વાંચો: યાત્રીગણ કૃપયા ધ્યાન આપો! સવાર સવારમાં સેન્ટ્રલ લાઇનનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

મુંબઈમાં વરસાદને કારણે આજે કુર્લા સેક્શનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા હતા, જ્યારે બદલાપુર-વાંગણી વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જવાને લાંબા અંતરની ટ્રેનોને રદ કરવામાં આવી હતી. સીએસએમટી-પુણે ડેક્કન એક્સપ્રેસ, સીએસએમટી-પુણે પ્રગતિ એક્સપ્રેસ, પુણે-સીએસએમટી ઈન્ટરસિટી એક્સપ્રેસ ગુરુવારની રદ કરી હતી, જ્યારે 26મી જુલાઈની ડેક્કન ક્વીન એક્સપ્રેસ (12214), પુણે-સીએસએમટી પ્રગતિ એક્સપ્રેસ (12126) અને સીએસએમટી-પુણે ઈન્ટરસિટી એક્સપ્રેસ (12127)ને રદ કરવામાં આવી હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન બદલાપુર-વાંગણી સેક્શનમાં ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે સબર્બનની ટ્રેનસેવા પર અસર જોવા મળી હતી. દિવસભર લોકલ ટ્રેનો નિર્ધરિત સમયથી એક કલાક મોડી દોડતી રહી હતી. ભારે વરસાદ વચ્ચે ટ્રેનો ચાલતી હોવાને કારણે પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી બાજુ પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડવાની સાથે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ (શતાબ્દી એક્સપ્રેસ)ના ટાઈમને રિશેડ્યૂલ કરવામાં આવ્યો હતો, પરંતુ એના સિવાય ટ્રેનો રાબેતા મુજબ દોડતી રહી હતી.

આ પણ વાંચો: Bad News: સેન્ટ્રલ રેલવેમાં ટ્રેનના એન્જિન અને કોચને જોડતી વખતે કર્મચારીનું મોત

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભારે વરસાદને કારણે બરોડા, સુરત, સૌરાષ્ટ્રની ટ્રેનસેવા પર અસર પડી છે, જ્યારે હવે મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદને કારણે પુણે-રાયગઢ-કોલ્હાપુરમાં વરસાદે વિનાશ વેર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?