31મી જુલાઈના ગુરૂ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…
જ્યોતિષાચાર્યોએ દેવગુરૂ ગુરુને સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને વિવાહના કારક માનવામાં આવે છે અને હાલમાં ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને 31મી જુલાઈ, 2024ના ગુરુ નક્ષત્ર પરિવર્તન કરીને રોહિણી નક્ષત્રના ચતુર્થ ચરણમાં પહોંચી જશે. 19મી ઓગસ્ટ સુધી ગુરુ આ જ સ્થિતિમાં બિરાજમાન રહેશે. ગુરુની આ સ્થિતિને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે, પ્રગતિ થશે. ચાલો, જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે દેવગુરુ ગુરૂનું રોહિણી નક્ષત્રમાં થઈ રહેલું પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. આવકમાં વધારો થશે. નોકરી-વેપારમાં પ્રગતિ થઈ રહી છે.
ગુરુ હાલમાં વૃષભ રાશિમાં જ બિરાજમાન છે અને 31મી જુલાઈના થઈ રહેલું ગુરુનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી પુરવાર થશે. આ રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. ઘરમાં શુભ-મંગલ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. કોઈ મોટું કામ પૂરું થઈ રહ્યું છે.
કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં લાભ થઈ રહ્યો છે. આવકમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. દરેક કામમાં સફળતા મળી રહી છે.
ગુરુનું રોહિણી નક્ષત્રમાં ચોથા ચરણમાં થઈ રહેલું ગોચર સિંહ રાશિના જાતકો માટે પ્રગતિના નવા નવા દ્વાર ખોલી રહ્યું છે. નોકરી બદલવા માંગતા લોકો માટે આ સમય ખૂબ જ શુકનિયાળ છે. કુંડળીમાં કોઈ ગ્રહ દોષ છે તો એ દૂર કરવા માટે પણ સારો સમય છે. શિવજીની વિશેષ કૃપા રહેશે.
કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળામાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જો આ સમયે તમે યોગ્ય નિર્ણય લેશો તો ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. બેંક બેલેન્સમાં વધારો થઈ રહ્યો છે. નોકરીમાં પણ તમારા કામની પ્રશંસા થઈ રહી છે અને પગાર વધારાના યોગ બની રહ્યા છે.