હેપ્પી બર્થ ડેઃ બાંગ્લાદેશના શાહરૂખ ખાન બોલીવૂડના બાદશાહ ન બની શક્યા
એંશીના દાયકામાં બોલીવૂડમાં પહેલી બે ફિલ્મોથી ધૂમ મચાવનાર અભિનેતાને નહીં ખબર હોય કે 90નો દાયકો તેનો નથી. 90ના દાયકામાં બોલીવૂડમાં ખાન ત્રિપુટીનું રાજ રહ્યું અને તેને લીધે ઘણા સફળ અભિનેતાઓ માટે ટકી રહેવું મુશ્કેલ થયું તેમાંના એક એટલે ચંકી પાંડે. મૂળ નામ સુયશ પાંડે. આજે તેમનો 61મો જન્મદિવસ છે.
બોલિવૂડના જાણીતા અભિનેતા ચંકી પાંડેને કોઈ ઓળખની જરૂર નથી. તેની ફિલ્મી કારકિર્દીમાં તેણે ચાહકોને હસાવવાથી લઈને ડરાવવા સુધીની તમામ ભૂમિકાઓ ખૂબ સારી રીતે ભજવી છે. આ સાથે જ તે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીતવામાં પણ સફળ રહ્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં અભિનેતાની ઓળખ ચંકી પાંડેથી થાય છે પરંતુ તેનું અસલી નામ સુયશ શરદ પાંડે છે. ફિલ્મી દુનિયામાં લોકો તેને પ્રેમથી ચંકી કહીને બોલાવવા લાગ્યા, જે તેના અસલી નામ કરતા પણ વધુ પ્રખ્યાત થયો.
બોલીવૂડમાં લગભગ ચારેક દાયકા જેટલું કામ કર્યું. 1980માં આગ હી આગ અને પાપ કી દુનિયાથી તેણે ધમાકેદાર એન્ટ્રી કરી. તે બાદ ઘણી મલ્ટિસ્ટારર ફિલ્મોમાં કામ કર્યું. અનિલ કપૂરની તેજાબમાં બબનના રોલમાં તે મુન્ના એટલે કે અનિલ કપૂર કરતા પણ વધારે દાદ મેળવી ગયો. ભલે ચંકી પાંડે બોલિવૂડમાં સપોર્ટિંગ રોલમાં લોકોનો ફેવરિટ બન્યો, પણ તેને બાંગ્લાદેશી ફિલ્મોનો શાહરૂખ ખાન કહેવામાં આવે છે. હકીકતમાં, વર્ષ 1995 દરમિયાન, જ્યારે ચંકી પાંડે એક હોટલમાં પાર્ટી કરી રહ્યો હતો, ત્યારે તેને વોશરૂમમાં તેની પ્રથમ બાંગ્લાદેશી ફિલ્મની ઓફર મળી હતી.
આ ફિલ્મ સુપરહિટ બની અને આ પછી ચંકી પાંડેને બાંગ્લાદેશી ફિલ્મોની લાઇન લાગી. બોલીવૂડના સલમાન ખાનની જેમ બાંગ્લાદેશમાં ચંકી પાંડેની મોટાભાગની ફિલ્મો ઈદના અવસર પર રિલીઝ થાય છે. જોકે પત્ની ભાવનાએ તેને ફરી બોલીવૂડ પર ધ્યાન આપવા હિંમત આપી. તેણે રિએન્ટ્રી કરી. કૉમિક અને નેગેટિવ બન્ને રોલ નીભાવ્યા. જોકે હજુ ફરી ધમાકો થાય તેવો રોલ તેને મળ્યો નથી. હાલમાં તેની દીકરી અનન્યા પાંડે બોલીવૂડમાં પગ જમાવવા કોશિશ કરી રહી છે. પિતાના જન્મદિવસે તેણે તેમની અમુક તસવીરો પણ સોશિયલ મીડિયા પર મૂકી છે.
ચંકી પાંડેની આ ઈચ્છા પૂરી થાય તેવી તેના જન્મદિવસે શુભકામના