મનોરંજન

શિવાંગી જોશી શ્વેતા તિવારી સાથે શેર કરે છે મજબૂત બોન્ડ

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શિવાંગી જોશીને કોઇ નહીં ઓળખતું હોય! શિવાંગી તેના સુંદર દેખાવ અને અભિનય માટે જાણીતી છે. હિન્દી ટેલિવિઝન શો દ્વારા તેણે દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવી સિરિયલથી તેની તો જિંદગી જ બદલાઇ ગઇ છે અને તે ટીવી જગતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની હરોળમાં આવી ગઇ છે. નાયરાનું પાત્ર ભજવતી શિંવાગી તેના ઉત્કૃષ્ટ અભિનયને કારણે પ્રશંસનીય સ્થાને પહોંચી ગઇ છે. હાલમાં જ શિવાંગીએ શ્વેતા તિવારી સાથેના તેના બોન્ડ વિશે ખુલાસો કર્યો હતો

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં શિવાંગી જોશીએ તેના જીવન અને અભિનય કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેને સૌથા સફળ બ્રેક ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલથી મળ્યો અને તેનું નસીબ ચમક્યું.
તેને શ્વેતા તિવારી અને તેના બોન્ડ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેણે જણાવ્યું હતું કે તે અભિનેત્રી શ્વેતા તિવારી સાથે મજબૂત બોન્ડ શેર કરે છે, તે એને અડધી રાતે પણ ફોન કરી શકે છે. અને ખુલાસો કર્યો હતો કે, ‘મને મારી કારકિર્દીના શરૂઆતના દિવસોમાં શ્વેતા તિવારી સાથે કામ કરવાની તક મળી, જે મારા માટે મોટી વાત હતી.

શિવાંગી જોશીએ ‘બેગુસરાય’માં શ્વેતા તિવારી સાથે કામ કર્યું છે. શિવાંગી શ્વેતાને એક મજબૂત અને સહજ અભિનેત્રી માને છે અને કહે છે કે તે હંમેશા તેની નકલ કરવાની કોશિશ કરે છે. શિવાંગી શ્વેતા તિવારી શિવાંગીની માતા સાથે પણ સારો સંબંધ ધરાવે છે અને બંને જ્યારે સમય મળે ત્યારે લાંબી ચેટ કરતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button