સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંકુલની જમીન પ્રાઇવેટ બિલ્ડરને વેચવાનો મુદ્દો ગરમાયો: NSUI નો નવતર વિરોધ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન ખાનગી બિલ્ડરને પધરાવવાનો મામલો છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
વિદ્યાર્થીઓના હિત માટે વાપરવાને બદલે કોઈપણ વ્યક્તિના અંગત હિત ને લઈ અને લાડાણી બિલ્ડરને જમીન બારોબાર વેચી નાખી સત્તાધારી પક્ષ વિરોધના વંટોળમાં ફસાયો છે.
આજરોજ કોર્પોરેશન ખાતે NSUI દ્વારા નાટકીય ઢબે વિરોધ નોંધાવવામાં આવ્યો
મેયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, બિલ્ડર, ભાજપ શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામના પાટીયા પહેરીને નાટ્ય નિરૂપણ દ્વારા કઈ રીતે પૈસા લઈ અને વહીવટ કરવામાં આવે છે તેવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
‘પાર્ટીમાં ફંડ આવી ગયું સહી કરો’ સહિતના સૂત્રોચાર કરવામાં આવ્યા
હાય રે ભાજપ હાય હાય સહિતના લગાવવામાં આવ્યા નારા. ખોટી નોટો ઉડાડી કોર્પોરેશન ખાતે નોંધાવ્યો વિરોધ
એ ડિવિઝન પોલીસ દ્વારા NSUI ના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. અગ્નિકાંડ મુદ્દે તપાસ થતા ભૂતકાળમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવાના આરોપણ સાબિત થયા તેવા મનસુખ સાગઠીયા અને કંપની દ્વારા માર્ચ 2021 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન લાડાણી બિલ્ડરને આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો: એડમિશન બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના “બેહાલ” : અમુક ભવનોમાં એડમિશન 2 અંકોથી પણ ઓછા
રાજકોટ શહેરમાં હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની જમીન નો મામલો ચોરે અને ચૌટે ચર્ચાઈ રહ્યો છે સાગઠીયા નું નામ આવતા જ લોકો કહી રહ્યા છે કે ટાઉન પ્લાનરની એવી હેસિયત ના હોય કે એકલા હાથે આ મામલો પાર પાડી શકે મોટા માથાઓ સામેલ હોય તો જ આ શક્ય બને.
બિલ્ડરની કપાત જમીનના નામે કલેકટર દ્વારા યુનિવર્સિટીને ફાળવવામાં આવેલ જમીન બિલ્ડરને આપી દેવામાં આવી હતી.
ખરેખર શાસક પક્ષે આત્મમંથન કરવાની જરૂર છે શા માટે તેમની પર આટલા બધા આક્ષેપો થઈ રહ્યા છે કેમકે લોકો કહી રહ્યા છે કે ધુમાડો દેખાય છે તો આગ ક્યાંક ને ક્યાંક હોવી જોઈએ.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશનો ઘટયા; પ્રથમ રાઉન્ડ બાદ પણ 60 ટકા બેઠકો ખાલી
આવનારા દિવસોમાં આંદોલન વધારે ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આજે મહાનગરપાલિકા સંકુલમાં વિરોધ પ્રદર્શન થયું તે સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકરને પૂછતા તેઓ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ નો એક પત્ર કમિશનરને મળ્યો છે અને તે અંગેની વિગતો ટાઉન પ્લાનિંગ ઓફિસમાં ચકાસવામાં આવી રહી છે જો કોઈ ગેરરીતી જણાશે તો યોગ્ય કાનૂની પગલા લેવામાં આવશે જ. આવનારા દિવસોમાં કાયદાની જોગવાઈ મુજબ એક્શન લેવાશે. કોઈને છોડવામાં આવશે નહીં. સમગ્ર બાબતની તપાસ શરૂ છે.