સ્પોર્ટસ

ભારત vs શ્રીલંકા T20 મેચ પહેલા ટીમમાં મોટો ફેરફાર, આ ખેલાડીની અચાનક એન્ટ્રી

કોલંબો: ભારતીય ક્રિકેટ ટીમ હાલ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકાના પ્રવાસે (India’s tour of Sri Lanka) છે, ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ બે દિવસ બાદ 27 જુલાઈએ રમાશે. બંને ટીમો હાલમાં પ્રેક્ટીસમાં વ્યસ્ત છે. ત્રણમાંથી પ્રથમ બે મેચ બેક ટુ બેક રમાશે, એટલે કે 27 અને 28 જુલાઈએ સળંગ મેચો રમાશે. દરમિયાન, શ્રીલંકન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર સિરીઝમાંથી બહાર થઈ ગયો. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત દીધી છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે માહિતી આપી છે કે ટીમનો ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા(Dushmantha Chameera) બીમાર પડ્યો છે. તે બ્રોન્કાઇટિસ અને શ્વસન સંક્રમણથી પીડિત હોવાના અહેવાલ છે. તેને સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે, આથી તેને ભારત સામેની ત્રણ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. ટીમમાં દુષ્મંથા ચમીરાની જગ્યાએ અસિથા ફર્નાન્ડો(Asitha Fernando)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
દુષ્મંથા ચમીરા ભારત સામેની T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકા તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેથી આ શ્રીલંકન ટીમને આ મોટો ફટકો પડ્યો છે.

ત્રણ T20I મેચ સીરીઝ બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝ પણ રમાશે. બંને શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ શ્રીલંકાએ માત્ર T20 શ્રેણી માટે જ ટીમની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે શું દુષ્મંથ ચમીરા વનડે શ્રેણી સુધી રિકવર થશે કે કેમ. વન ડે સિરીઝની પ્રથમ મેચ 2 ઓગસ્ટના રોજ રમાશે.

T20 સિરીઝ માટેની શ્રીલંકાની ટીમઃ ચરિથ અસલંકા, પથુમ નિસાંકા, કુસલ પરેરા, અવિશકા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલાગે, મહેશ થીકશાના, ચામિંદુ વિક્રમસિંઘે, મથિશા પાથિરાના, નુવાન તુશારા, બિનુરા ફર્નાન્ડો અને અસિથા ફર્નાન્ડો..

T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.
*

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button