ભારે વરસાદને કારણે મુંબઈમાં એર ટ્રાફિક ખોરવાયું, આ એરલાઈન્સે એડવાઈઝરી જાહેર કરી

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં સતત ભારે વરસાદ વરસી (Heavy rain in Mumbai) રહ્યો છે, જેના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઑપરેશનને ભારે અસર પહોંચી છે, જેના કારણે કેટલીક મોટી એરલાઈન્સે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે આજે ગુરુવારે સવારે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
| Also Read: Mumbai rain: સાત ફ્લાઈટ ડાઈવર્ટ, 21 ડીલે, પેસેન્જરોને હાલાકી
ઈન્ડિગો એરલાઈન્સે (Indigo airlines) જણાવ્યું કે સતત વરસાદને કારણે તેમની ફ્લાઈટના શિડયુલમાં સમયાંતરે વિલંબ થઈ રહ્યો છે. મુસાફરોને રીઅલ-ટાઇમ અપડેટ્સ પ્રદાન કરવા માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ દરેકને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવે છે.
ઇન્ડિગોએ જણાવ્યું કે, “અમે સુગમ ઓપરેશન સુનિશ્ચિત કરવા માટે અવિરતપણે કામ કરી રહ્યા છીએ અને હવામાનમાં સુધારો થયા પછી ડીલેમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે.”
| Also Read: ચાલુ Local Trainમાં કરી એવી હરકત કે…, RPF Action Modeમાં…
એર ઈન્ડિયાએ (Air India) મુસાફરોને સંભવિત ડીલે અંગે અલર્ટ આપ્યું છે, “ભારે વરસાદને કારણે મુંબઈ જતી અને મુંબઈ આવતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને એરપોર્ટ માટે વહેલા નીકળવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ધીમો ટ્રાફિક અને પાણી ભરાઈ જવાથી અવરજવરમાં સમય લાગી શકે છે. એરપોર્ટ પર જતા પહેલા ફ્લાઇટની સ્થિતિ તપાસી લેવી.”
સ્પાઇસજેટે (Spice jet) સમાન પ્રકારની જ એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે મુંબઈ એરપોર્ટ પર તમામ ડિપાર્ચર અને અરાઈવલ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. યાત્રીઓને તેમની ફ્લાઇટની સ્થિતિ પર નજર રાખવા વિનંતી કરવામાં આવે છે