મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant Ambani-Radhika Merchantના લગ્નની વિધિઓ ચાલી રહી હતી અને મહેમાનો કરતાં જોવા મળ્યા આ કામ…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) હાલમાં જ સંપન્ન થયા હતા. આ ગ્રેટ ઈન્ડિયન ફેટ વેડિંગની નોંધ માત્ર ઈન્ડિયન મીડિયા જ નહીં પણ વિદેશી મીડિયાએ પણ લીધી હતી અને લગ્નની ઝીણામાં ઝીણી વિગતને કવર કરી હતી. સોશિયલ મીડિયા પર આ લગ્નના ઈનસાઈડ વીડિયો વાઈરલ થઈ રહ્યા છે અને જો તમે પણ ધ્યાનથી આ વીડિયો જોયા હશે તો જ્યારે અનંત અને રાધિકાના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે ઉપસ્થિત મહેમાનો એક ખાસ કામ કરી રહ્યા હતા. આવો જોઈએ શું હતું આ કામ મહેમાનો કેમ એ કામ કરી રહ્યા હતા-

આ પણ વાંચો: અનંત અંબાણી જે પેરિસના sneakers પહેરીને દુલ્હનને લેવા પહોંચેલ તેની કિંમત કેટલી ?

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્નમાં હાજરી આપી રહેલાં દેશ-વિદેશના મહેમાનો લગ્ન સમારંભમાં ઘંટડીઓ વગાડી રહ્યા હતા. હવે આ જોઈને તમને પણ એવો સવાલ તો થયો જ હશે કે આખરે લોકો કેમ ઘંટડીઓ વગાડી રહ્યા હતા, બરાબર ને? ચાલો તમને આ વિશે જણાવીએ. ખુદ પંડિતજીએ આ વાતનો ખુલાસો કર્યો છે.

આ પહેલાં પણ જ્યારે ઈશા અંબાણી અને આનંદ પિરામલ (Isha Ambani-Anand Piramal)ના લગ્ન થઈ રહ્યા હતા એ સમયે પણ અંબાણી પરિવારના સદસ્યો આ રીતે જ નાની નાની ઘંટડીઓ વગાડતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: હલ્દી સેરેમનીમાં અનંત અંબાણીની સાળીને જોઇ કે!, ખુબસુરતીમાં તો હિરોઇનોને પણ આપે છે માત

આ વિશે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન કરાવનાર પંડિત ચંદ્રશેખર શર્માએ જણાવ્યું હતું કે શંખ અને ઘંટડીઓનો ધ્વનિ માંગલિક ધ્વનિમાં આવે છે અને એ વગાડીને દેવતાઓને આવ્હાન કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ મંગળ કાર્ય યોજાય ત્યારે જો એમાં શંખ કે ઘંટડી વગાડવામાં આવે તો તેને શુભ સૂતક માનવામાં આવે છે. બંગાળી લગ્નોમાં શંખ વગાડવાની પ્રથા છે એ જ રીતે હિંદુ લગ્નમાં ઘંટડીઓ વગાડવાનું શુભ માનવામાં આવે છે.

કયા પ્રકારની ઘંટડી વગાડવાનું શુભ માનવામાં આવે છે એ વિશે માહિતી આપતા પંડિતજીએ જણાવ્યું હતું કે આમ તો કાંસામાંથી બનાવવામાં આવેલી ઘંટડી વગાડવાનું શુભ માનવામાં આવે છે, પણ જો કાંસાની ઘંટડી ના હોય તો ચાંદીની ઘંટડી પણ વગાડી શકાય.

આ પણ વાંચો: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી વડોદરાના યુવકે આપી હતી,મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

હવે ખ્યાલ આવ્યો ને કે આખરે અનંત-રાધિકાના લગ્નમાં મહેમાનો કેમ ઘંટડી વગાડી રહ્યા હતા? આ માહિતી કેવી લાગી એ અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસ લખી જણાવજો…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?