Watch Video: અરે! શું થયું? કેવી રીતે બગડી ગયો સારા અલી ખાનનો મોંઘો ડ્રેસ?
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન હાલમાં વેકેશન પર છે. સારા પોતાની સાદગી અને ચુલબુલીનેસ માટે ચર્ચામાં રહેતી હોય છે, પણ હાલમાં તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે કંઇક અલગ જ સ્ટોરી જણાવે છે. આ વીડિયોમાં તે ગુસ્સામાં જોવા મળી રહી છે.
આ વીડિયોમાં સારા અલી ખાન પિન્ક ડ્રેસ પહેરેલી જોવા મળે છે અને તે બિઝનેસ ક્લાસના બદલે ઇકોનોમિક ક્લાસમાં મુસાફરી કરી રહી છે જે જોઈને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેની આસપાસ એરલાઇનના ક્રૂ ઉભેલા જોવા મળે છે અને તે તેમની સામે ગુસ્સાથી જોતા જોતા એની સીટ પરથી ઉભી થાય છે.
સારાની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સારાનો ચહેરો જોઈને સાફ નજરે પડે છે કે તે ગુસ્સામાં છે અને નારાજ છે. મીડિયા રિપોર્ટ અનુસાર એરહોસ્ટેસે ભૂલથી તેના મોંઘા ડ્રેસ પર જ્યુસનો ક્લાસ ઢોળાઇ ગયો હતો, જેનાથી સારા ગુસ્સે થઈ ગઈ હતી અને તેની આ ગુસ્સાની પ્રતિક્રિયા તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી હતી. આ વીડિયો instagram પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને પાપારાઝી દ્વારા શેર કરવામાં આવ્યો છે અને હેશટેગ #SaraOutfitSpillનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ વીડિયો પર લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એકે લખ્યું, “શૂટિંગ થઈ રહ્યું છે, એકે લખ્યું, “આ મને કોઈ ફિલ્મનો સીન લાગે છે.” બીજા બધાની જેમ સામાન્ય વ્યક્તિ” ,એકે લખ્યું, “હવે તમે તેના અભિનય માટે કેટલા પૈસા કાપશો…?”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે ‘મર્ડર મુબારક’માં જોવા મળી હતી અને તેના અભિનયને ઘણી પ્રશંસા મળી હતી. ‘એ વતન મેરે વતન’માં તેની એક્ટિંગના લોકોએ વખાણ કર્યા હતા. આ ફિલ્મમાં સારાએ બોમ્બેની કોલેજ સ્ટુડન્ટ ઉષાનું પાત્ર ભજવ્યું હતું. હવે એવા અહેવાલો છે કે તે બહુ જલ્દી ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે, જેમાં તે આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન શેર કરશે.