ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

નેતન્યાહુનું અમરીકન સંસદમાં સંબોધન, વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્ર ધ્વજ સળગ્યા

વોશિંગ્ટન: ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu)એ ગઈ કાલે બુધવારે અમેરિકન સંસદ(US congress)માં કરેલા સંબોધનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કેટલાક ટોચના સાંસદોએ નેતન્યાહૂના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો. આ ઉપરાંત હજારો લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશની રાજધાની વોશિંગ્ટનમાં લોકોએ માર્ચ કાઢી હતી.

સંબોધન દરમિયાન નેતન્યાહુએ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો બચાવ કર્યો અને અમેરિકન પ્રદર્શનકારીઓની નિંદા કરી હતી. તેમણે નવ મહિનાના લાંબા યુદ્ધમાં “સંપૂર્ણ વિજય” સુધી ચાલુ રાખવાનું વચન આપ્યું. નેતન્યાહૂએ યુદ્ધમાં અમેરિકા દ્વારા આપવામાં આવતી સહાય વધારવાનો પણ અનુરોધ કર્યો હતો.

ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, “અમેરિકા અને ઇઝરાયેલે એકબીજાની સાથે ઊભા રહેવું જોઈએ. જ્યારે આપણે સાથે ઊભા રહીએ છીએ, ત્યારે ખરેખર કંઈક મહાન કાર્ય થાય છે: આપણે જીતીએ છીએ, તેઓ હારીએ છીએ.

નેતન્યાહુએ યુદ્ધ પર તેમના દેશનો બચાવ કર્યો, તેમણે યુદ્ધનો વિરોધ કરનારાઓની મજાક પણ ઉડાવી.


કમલા હેરિસ હાજર ન હરહ્યા:
નેતન્યાહુના સંબોધન દરમિયાન ઘણા સાંસદોએ તાળીઓ પાડી હતી, પરંતુ ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણી સાંસદોએ તેમનો સાથ ન આપ્યો. ડેમોક્રેટિક પાર્ટીના 50 થી વધુ સાંસદો અને સ્વતંત્ર સાંસદ બર્ની સેન્ડર્સે નેતન્યાહુના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો. આ સમય દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ગેરહાજરીની સૌએ નોંધ લીધી, જે સંસદના ઉપલા ગૃહ સેનેટના અધ્યક્ષ છે. વોશિંગ્ટનના ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ પૅટી મુરેએ સંબોધનમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. મિશિગનથી ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ રશીદા તલિબે પણ સંબોધનનો બહિષ્કાર કર્યો હતો.

વિરોધ પ્રદર્શનમાં અમેરિકન રાષ્ટ્ર ધ્વજ સળગ્યા:
બેન્જામિન નેતન્યાહુની યુએસ મુલાકાત વિરુદ્ધ કરતા પ્રદર્શનકારીઓએ વોશિંગ્ટનના યુનિયન સ્ટેશનની બહાર અમેરિકન રાષ્ટ્ર ધ્વજ સળગાવી અને પેલેસ્ટિનિયન ધ્વજ ફરકાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ યુએસ ઇઝરાયેલને સૈન્ય સહાય બંધ કરવાની માંગ કરી હતી. પ્રદર્શનકારોએ કાર્ડબોર્ડથી બનેલી 30 શબપેટીઓને પેલેસ્ટિનિયન ધ્વજમાં લપેટીને રાખી વિરોધ નોંધાવ્યો હતો.

નેતન્યાહુએ વિરોધીઓ પર પ્રહારો કર્યા:
નેતન્યાહુએ યુ.એસ.માં પ્રદર્શન કરી રહેલા લોકો પર આતંકવાદીઓ સાથે ઉભા હોવાનો આરોપ મૂક્યો હતો,. રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાને કારણે નેતન્યાહુના સંબોધન દરમિયાન ગેરહાજર રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button