આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ, કુલ 118 શંકાસ્પદ કેસ, 41ના મોત

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura Virus in Gujarat)નો કહેર યથાવત છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવ છે. અને કુલ 41 મોત થયા છે. ચાંદીપુરા વાયરસના કારણે હોસ્પિટલમાં 54 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

ગુજરાત સૌથી વધુ કેસ 15 કેસ પંચમહાલમા નોંધાયા:
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં સાબરકાંઠા 10, અરવલ્લી 06, મહીસાગર બે, ખેડા છ, મહેસાણા સાત, રાજકોટ પાંચ, સુરેન્દ્રનગર ચાર, અમદાવાદ કોર્પોરેશન 11, ગાંધીનગર છ, પંચમહાલ 15, જામનગર છ, મોરબી પાંચ, ગાંધીનગર કોર્પોરેશન ત્રણ, છોટા ઉદેપુર બે, દાહોહ બે, બરોડા છ, નર્મદા બે, બનાસકાંઠા પાંચ, બરોડા કોર્પોરેશન બે, ભાવનગર એક, દ્રારકા એક, રાજકોટ કોર્પોરેશન ચાર, કચ્છ એક, સુરત કોર્પોરેશન બે, ભરૂચ બે, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન ખાતે એક-એક કેસ નોંધાય છે.

| Also Read: ગુજરાતમાં Chandipura Virus બેકાબૂ, શંકાસ્પદ 101 કેસ 38 લોકોના મોત

ગુજરાતમાં કુલ 22 કેસ હાલ પોઝિટિવ:
જેમાં સાબરકાંઠા ત્રણ, અરવલ્લી બે, મહિસાગર એક, ખેડા એક, મહેસાણા બે, સુરેન્દ્રનગર એક, અમદાવાદ કોર્પેરેશન બે, ગાંધીનગર એક, પચમહાલ એક, જામનગર એક, મોરબી એક, દાહોદ એક, વડોદરા એક, બનાસકાંઠા એક, દ્વારકા એક, તેમજ કચ્છ એક કેસ ચાંદીપુરાના છે.

ગુજરાતમાં 118માંથી કુલ 41 દર્દીઓના મોત
સાબરકાંઠા બે, અરવલી ત્રણ, મહીસાગર બે, ખેડા એક, મહેસાણા બે, રાજકોટ એક, સુરેન્દ્રનગર એક, અમદાવાદ કોર્પોરેશન ચાર, ગાંધીનગર બે, પચમહાલ પાંચ, જામનગર એક, મોરબી ત્રણ, ગાંધીનગર કોર્પેરેશન બે, દાહોદ બે, બરોડા એક, બનાસકાંઠા ત્રણ, બરોડા કોર્પોરેશન એક, દ્વારકા એક, સુરત કોર્પોરેશન એક તેમજ જામનગર કોર્પોરેશન એક સહિત કુલ 41 દદીઓનો મોત થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button