નેશનલ

મતદાર યાદીમાંથી નામ ગાયબઃ કેન્દ્રીય ચૂંટણી પંચને ભાજપે તપાસ કરવાની કરી માગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાના કારણે અથવા તો અન્ય કોઇ કારણસર તેમના નામની નોંધણી ન થઇ હોવાના કારણે મતદાન કરી શક્યા નહોતા. આ બાબતની ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને આ વિષયે તપાસ કરવાની માગણી સાથે ભાજપનું શિષ્ટમંડળ બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચને મળ્યું હતું.

2019ની ચૂંટણીમાં જે મતદારોના નામ યાદીમાં હતા તેમના નામ 2024ની ચૂંટણીમાં દરમિયાન કઇ રીતે ગાયબ થઇ ગયા?આ નામો કોના આદેશથી કાઢવામાં આવ્યો વગેરે બાબતની તપાસ કરવાની માગણી કરવા ભાજપનું શિષ્ટમંડળ કેન્દ્રીય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળ્યું હતું. તેમણે લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને વેઠવી પડેલી મુશ્કેલીઓ અંગે રાજીવ કુમારને માહિતગાર કર્યા હતા.

લગભગ એક કલાક થયેલી બેઠકમાં મતદારોનો ફોટો, સરનામું ન દેખાવું, નોંધણી કરતા વખતે ટેક્નિકલ ખામી ઊભી થવી, મતદારોના નામ યાદીમાંથી ગાયબ થવા વગેરે વિવિધ મુદ્દાઓ માંડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં એકલા નાગપુરમાં 36,000 મતદારોના નામ ગાયબ થઇ ગયા હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

આ બાબતની તપાસ કરવાની માગણી ભાજપના શિષ્ટમંડળ દ્વારા કરવામાં આવી હતી. આ મુદ્દો લોકસભાની ચૂંટણી દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ બાબતે કોઇ કાર્યવાહી ન કરી હોવાની ફરિયાદ ભાજપે કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button