આપણું ગુજરાત

ગુજરાતમાં આફત લઈ આવ્યો વરસાદ, 61 નાગરિકનાં મોત, 435ને રેસ્ક્યૂ કરાયા

ગાંધીનગર: રાજ્યમાં પડી રહેલા ભારે પડેલા વરસાદને લઈને રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સીઝનનો સરેરાશ 51 ટકા વરસાદ નોંધાયો છે. સીઝનમા 73 તાલુકામાં 500 એમહ કરતાં પણ વધુ વરસાદ થયો છે. હાલ મુખ્યમંત્રી દ્વારા દર બે કલાકે માહિતી માંગી વિગતો મેળવી રહ્યા છે. રાજ્યમાં આજ સાંજના 6 વાગ્યા સુધીમાં 461.22 મી.મી. વરસાદ વરસ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન આજે રાજ્યમાં આણંદના બોરસદમાં સૌથી વધુ છે જ્યારે તીલકવાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ 75.50 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

સિઝનમાં કુલ ૬૧ લોકોના મૃત્યુ:
રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે વરસાદની સિઝનમાં કુલ ૬૧ લોકોના મૃત્યુ સીઝનમાં થયા છે. છેલ્લા 24 કલાક માં 8 લોકોના મૃત્યુ થયા છે, જે દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં થયા છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રેસ્ક્યૂ કરવાઆની ફરજ પડી છે. કુલ રેસ્ક્યુ 435 રેકસ્યું કરવામાં આવ્યા છે. જ્યારે 215 લોકોને રેસ્ક્યુ અને 800થી વધુ લોકોને શિફ્ટ કરાયા છે.

રાજ્યના 46 ડેમ ઓવરફ્લો:
રાજ્યમાં પડી રહેલા વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. રાજ્યના 206 માં થી 46 ડેમ ઓવરફ્લો થયા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો છે. જો કે હાલ 51 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે. રાજ્યના ૩ તળાવ ઓવર ફ્લો થયા છે.

કુલ 666 રસ્તાઓ બંધ:
રાહત કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈને કુલ 666 રસ્તાઓ બંધ છે. જેમાં 17 સ્ટેટ હાઈવે બંધ છે, જ્યારે ૪૨ અન્ય તથા ૬૦૭ પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. રાજ્યના 253 ગામોમાં વીજળી ગુલ થઈ જવાથી અંધારપટ છવાયો છે. 225 ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવા કામગીરી ચાલુ છે.

વરસાદ બાદ થશે કૃષિ નુકશાની સર્વે:
રાહત કમિશનરે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સૌરાષ્ટ્ર ના 2 તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને ગઈકાલે દ્વારકામાં એરલિફ્ટ કરાયા હતા. આજે તંત્ર દ્વારા સુરત લુહાર ગામ માં એરલીફ્ટ કરવા માટે સુચના અપાઈ છે. ભારે વરસાદથી કૃષિમાં નુકશાની બાબતે વરસાદ ઘટ્યા બાદ સર્વે કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button