સ્પોર્ટસ

રાજસ્થાન રૉયલ્સના ટોચના અધિકારીએ શ્રીલંકાના ક્રિકેટરોને તાલીમમાં કરી મદદ

પલ્લેકેલ: શ્રીલંકાના વચગાળાના હેડ-કોચ સનથ જયસૂર્યાએ જાહેર કર્યું છે કે તેની ટીમના બૅટર્સને ભારત સામે શનિવારે શરૂ થનારી ટી-20 સિરીઝ માટેની તાલીમમાં આઇપીએલની રાજસ્થાન રૉયલ્સ (RR) ટીમના હાઈ પર્ફોર્મન્સ ડિરેકટર ઝુબિન ભરૂચાની ઘણી મદદ મળી છે.

આ પણ વાંચો: સૂર્યકુમાર ઇલેવન સામે શ્રીલંકાએ પણ પસંદ કર્યો નવો કૅપ્ટન, ટી-20 સિરીઝ માટે નક્કી થઈ ગઈ ટીમ

શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ લંકા પ્રીમિયર લીગને કારણે છ દિવસના ટ્રેઇનિંગ કૅમ્પમાં નહોતા આવી શક્યા, પરંતુ જેટલા ખેલાડી આવી શક્યા હતા તેમને ભરૂચા દ્વારા તેમ જ અન્ય કેટલાક ક્રિકેટરો દ્વારા અપાયેલી તાલીમનો લાભ મળ્યો હતો.
ઝુબિન મીનુ ભરૂચા 54 વર્ષના છે. તેઓ 1990ના દાયકા દરમ્યાન મુંબઈ તથા ઇંગ્લૅન્ડની સરે કાઉન્ટી વતી રમ્યા હતા. તેઓ ઓપનિંગ બૅટર અને પેસ બોલર હતા.

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈ-30 જુલાઈ દરમ્યાન ત્રણ ટી-20 રમાશે. આ મૅચો સાંજે 7.00 વાગ્યે શરૂ થશે.
સૂર્યકુમાર યાદવ ભારતનો અને ચરિથ અસલંકા શ્રીલંકાનો કૅપ્ટન છે. હેડ-કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પહેલી જ સિરીઝ છે.

આ પણ વાંચો: ભારત-શ્રીલંકા જંગ પહેલાં જ સંકટ, આ ખેલાડી અચાનક થયો સિરીઝની બહાર

1996ના વન-ડે વર્લ્ડ કપ વિજેતા જયસૂર્યાએ પોતાના ખેલાડીઓને કહી દીધું છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી (તેમ જ રવીન્દ્ર જાડેજા) ટી-20માંથી રિટાયર થઈ ગયા છે એટલે તમે એ સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીનો પૂરો લાભ ઉઠાવજો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો