સીબીડીટીના ચેરમેને કહ્યું કે કરદાતાઓને પસંદ પડી શકે છે આ યોજના…
નવી દિલ્હીઃ પેન્ડિંગ ડાયરેક્ટ ટેક્સ (પ્રત્યક્ષ કર) અપીલના નિકાલ માટે બજેટમાં જાહેર કરાયેલ ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના આ વર્ષે શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ સંબંધિત વારંવાર પૂછવામાં આવનારા સવાલો સિવાય તેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એમ સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલે આજે જણાવ્યું હતું.
બજેટ પછી એક ઈન્ટરવ્યૂમાં દેશના પ્રત્યક્ષ કર વહીવટના વડાએ જણાવ્યું હતું કે વિવિધ મંચો પર અપીલીય સ્તર પર પર્યાપ્ત સંખ્યામાં આવકવેરાની અપીલ દાખલ કરવામાં આવે છે અને આશા રાખવામાં આવે છે કે યોગ્ય સંખ્યામાં કરદાતાઓ નવી યોજનાનો લાભ ઉઠાવશે.
સરકાર દ્વારા પ્રત્યક્ષ કર અથવા આવકવેરા શ્રેણી હેઠળના કેસ માટે પ્રથમવાર ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના 2020માં લાવવામાં આવી હતી અને સીબીડીટી ચીફના જણાવ્યા અનુસાર તે ખૂબ જ સફળ રહી, જેમાં લગભગ 75,000 કરોડ રૂપિયાની આવક થઇ હતી અને લગભગ એક લાખ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો હતો.
આ પણ વાંચો : Union Budget 2024 :SC-ST અને OBC સમાજના કલ્યાણ માટે નવી યોજના લાવવામાં આવશે
અગ્રવાલે કહ્યું કે પહેલી તારીખ 31 ડિસેમ્બર છે, ત્યારે આપણે કરદાતાઓએ વાસ્તવમાં યોજના(વિવાદ સે વિશ્વાસ 2024)નો વિકલ્પ પસંદ કરવો પડશે. ટૂંક સમયમાં આ યોજનાને વારંવાર પૂછાતા પ્રશ્નો અને તે બધી સામગ્રી સાથે સૂચિત કરીશું.
નોંધનીય છે કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગયા મંગળવારે તેમના બજેટ ભાષણમાં પેન્ડિંગ અપીલોના નિકાલ માટે એક યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મંત્રીએ મંગળવારે કહ્યું કે તે નિર્ધારિત તારીખથી કાર્યરત થવાનો પ્રસ્તાવ છે.
યોજનાની છેલ્લી તારીખને સૂચિત કરવાની પણ દરખાસ્ત છે. ભારતમાં આવકવેરાના વિવાદો ધરાવતા તમામ કરદાતાઓને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે.