મનોરંજન

બીજી ડિલિવરી બાદ પાંચ મહિનામાં Anushka Sharmaએ દેખાડ્યું એવું વર્ઝન કે…

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી (Team India’s Star Batsman Virat Kohli) અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Bollywood Actress Anushka Sharma) એક પાવર કપલ તરીકે ઓળખાય છે. બંનેની બોન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં અનુષ્કા અને વિરાટ બંને વામિકા અને અકાય સાથે ભારતથી દૂર લંડનમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આ કપલ હંમેશા માટે લંડન શિફ્ટ થઈ દયું છે. જોકે, આ સમાચાર કેટલી સચ્ચાઈ છે એ તો રામ જાણે, પણ લંડનથી વિરાટ અને અનુષ્કાના કેટલાક ફોટો સામે આવ્યા છે, જેમાં અનુષ્કાના લૂકને જોઈને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે.

વાઈરલ ફોટોઝમાં અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીની બાજુમાં ઊભેલી જોવા મળી રહી છે અને વિરાટ પણ અનુષ્કાને એકદમ પ્રેમથી બાંહોમાં ભરીને ઊભેલો છે. ફોટોમાં બંનેના ચહેરા પર એક સુકુનભરી સ્માઈલ જોવા મળી રહી છે.
લૂકની વાત કરીએ તો અનુષ્કા શર્માએ લોન્ગ ફ્લોરલ પ્રિન્ટવાળો મેક્સી ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે એક નાનકડો નેકલેસ પહેર્યો છે અને શોર્ટ હેરમાં એક્ટ્રેસ એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે. વિરાટની વાત કરીએ વિરાટે સ્કાય બ્લ્યુ ટી-શર્ટ, ક્રીમ શોર્ટ્સ અને ટોપી પહેરી છે અને આ લૂકમાં તે હર હંમેશેની જેમ એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. કપલ પોતાના આ લૂકથી ફેન્સના દિલ જિતી રહ્યું છે.

આ પણ વાંચો : Hardik Pandya-Ananya Pandayની લવસ્ટોરીનું The End? જાણો કોણે કર્યો આવો ખુલાસો…

સોશિયલ મીડિયા પર વાઈરલ તઈ રહેલાં આ ફોટોને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે અનુષ્કા શર્મા આ ફોટોમાં એકદમ ફિટ એન્ડ ફાઈન લાગી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ મહિના પહેલાં આ કપલે તેમના બીજા સંતાન અકાયને જન્મ આપ્યો હતો. દીકરા અકાયને જન્મ આપ્યાના પાંચ જ મહિનામાં અનુષ્કાનું જોવા મળી રહેલું ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ પણ એકદમ ચોંકી ઉઠ્યા છે.

તમારી જાણ માટે કે આ પહેલાં કપલનો લંડનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો જેમાં પહેલી વખત બંને જણ દીકરા અકાય સાથે જોવા મળ્યા હતા. જ્યારે કપલ અકાય સાથે શોપિંગ પર ગયું હતું એ સમયે એક ફેને બંનેનો વીડિયો શૂટ કર્યો હતો. પાવર કપલનો આ વીડિયો પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button