લોકસભાના સ્પીકર અને ટીએમસીના સાંસદ વચ્ચે તુતુમૈંમૈં, નોટબંધીની વાત પર અટકાવ્યા સ્પીકરે અને…

નવી દિલ્હી: સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં ભારે હોબાળો મચી રહ્યો છે. સંસદમાં બજેટ ચર્ચા દરમિયાન પશ્ચિમ બંગાળ ની ડાયમંડ હાર્બર લોકસભા સીટ પરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જીના નિવેદનને લઈને હોબાળો થયો હતો અને કહ્યું હતું કે બજેટને જન વિરોધી ગણાવ્યું હતું અને સાથીઓ માટે બનાવવામાં આવ્યું છે. તેમણે ભાજપના ચૂંટણી નારાનો ઉલ્લેખ કરતા સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. અભિષેક બેનર્જીએ કહ્યું કે ભાજપે 2014માં સત્તામાં આવતા પહેલા ‘અચ્છે દિન’નું વચન આપ્યું હતું. પણ સતામાં આવ્યા પછી શું કર્યું? ગ્લોબલ હંગર ઈન્ડેક્સનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો તેમણે વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન આપ્યું હોત તો આજે ભારત 125 દેશોની યાદીમાં 111મા નંબર પર ન હોત.
અભિષેક બેનર્જીએ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ કહેતા હતા, સબકા સાથ, સબકા વિકાસ. તેમના ધારાસભ્યો કહી રહ્યા છે – આ નિષ્ફળ સરકારના નિષ્ફળ નાણામંત્રીએ બજેટમાં પણ સાબિત કરી દીધું છે. દલિતો સામેના ગુનાઓના આંકડા ગણવાની સાથે તેમણે કાવડ યાત્રાના રૂટ પર દુકાનના માલિકો અને સ્ટાફના નામ આપવાના આદેશ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને પ્રશ્નાર્થમાં પૂછ્યું હતું કે યુપીમાં સીએમ કોણ છે?
તેમણે ભાજપને પડકાર ફેંકતા કહ્યું હતું કે લોકસભા, રાજ્યસભા અથવા કોઈપણ રાજ્યની વિધાનસભામાં મુસ્લિમ સભ્યનું નામ આપો. અભિષેક બેનર્જીએ રોજગારને લઈને પણ મોદી સરકારને ભીંસમાં મૂકી અને કહ્યું- ‘મોદીજીની ત્રીજી વાર, યુવાનો હજુ પણ બેરોજગાર’. પોતાના સંબોધન દરમિયાન, અભિષેક બેનર્જીએ ટ્રેઝરી બેંચના એક સભ્યની ટિપ્પણી પર કહ્યું કે હું જે પ્રશ્નો પૂછું છું તેના જવાબ મંત્રીએ આપવાના છે. હું તમને ચેલેન્જ કરું છું, જો તમારામાં હિંમત હોય તો કોઈપણ ચેનલ પર આવો, મને સમય જણાવો હું આવીશ.
આના પર સ્પીકર ઓમ બિરલાએ તેમને અટકાવ્યા અને કહ્યું કે તેમને ગૃહમાં ચેલેન્જ ન આપો. અહીં કોઈને ચેલેન્જ નહિ, બહાર ચેલેન્જ આપજો. આ પછી અભિષેકે ફરીથી બોલવાનું શરૂ કર્યું. ટ્રેઝરી બેંચના એક સભ્યએ તેમના વાંચવા બાબતે કંઈક કહ્યું તો તેના પર અભિષેકે કહ્યું કે તેઓ પોતાના નેતાઓને જઈને કહે કે જે વાંચીને બોલે છે. જો કે આ બાદ સ્પીકરે તેમને ફરી અટકાવ્યા અને કહ્યું કે તમે તમારી વાત કહો, નેતા વિશે ના બોલો. આ બાદ તેમણે નોટબંધીને લઈને વાત કરી ત્યારે સ્પીકરે તેમને અટકાવ્યા હતા અને વર્તમાન બજેટ પર બોલવા કહ્યું હતું. ત્યારે અભિષેક બેનર્જીએ કહ્યું કે જો કોઈ 60 વર્ષ પહેલા નેહરુ વિશે બોલે છે, કોઈ 50 વર્ષ પહેલાની ઈમરજન્સી વિશે બોલે છે તો તમે તેને રોકતા નથી.
સ્પીકર અને અભિષેક બેનર્જી બંનેની વચ્ચે રોકટોક ચાલી હતી. સ્પીકરની સલાહ પર સાંસદે પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો. તેમણે ED અને CBI દ્વારા તેમની સામે નોંધાયેલા કેસોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જનતા માલિક છે, કોઈ નેતા માલિક નથી.બંગાળ અને મારા મત વિસ્તારની જનતાએ મને ત્રીજી વખત સાત લાખ 10 હજાર મતોથી જીતાડીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીજેપીના લોકોએ અને બાકીના દેશના લોકોએ જોયું છે – આ જનતાની શક્તિ છે.
સાંસદે એક સભ્ય તરફ ઈશારો કરીને અંગત ટિપ્પણી પણ કરી હતી, જેના કારણે શાસક પક્ષ અને TMC સાંસદો સામસામે આવી ગયા હતા. સ્પીકર ઓમ બિરલાએ સભ્યોને સલાહ આપી હતી કે ગૃહના સભ્ય ન હોય તેવા વ્યક્તિઓના નામ લેવાનું ટાળે. આ બાબતે અભિષેક બેનર્જીએ કહ્યું કે મમતા બેનર્જી આ ગૃહના સભ્ય છે તો પછી તેમનું નામ કેમ લેવામાં આવે છે.