નેશનલ

બજેટમાં દરેક રાજ્યની જરૂરિયાતને ધ્યાનમાં લેવાઈ છે: ભાજપ

નવી દિલ્હી: બજેટમાં વિપક્ષ દ્વારા શાસિત રાજ્યો પ્રત્યે ભેદભાવ કરવામાં આવ્યો છે એવા આક્ષેપોને નકારી કાઢતાં ભાજપે બુધવારે કહ્યું હતું કે દરેક રાજ્ય અને દરેક સમાજનું ધ્યાન મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: બજેટમાં કોઈ રાજ્યની અવગણના કરવામાં આવી નથી, વિપક્ષ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે: નિર્મલા સીતારમણ

બજેટ પરની ચર્ચામાં ભાગ લેતાં ત્રિપુરાના ભાજપના સંસદસભ્ય બિપ્લવ દેવે કહ્યું હતું કે એનડીએ 2047 સુધી દેશમાં સત્તા પર રહેશે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે દેશને આખી દુનિયામાં નંબર વન અર્થતંત્ર બનાવશે. તેમણે કહ્યું હતું કે બધા રાજ્યો અને સમાજના દરેક વર્ગનું બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. રૂ. 4.82 લાખ કરોડનું વધારાનું ભંડોળ રાજ્યો માટે ફાળવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: બજેટની ટીકા કર્યા પછી ભાજપના વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરે અને રાઉતને ફેંક્યો પડકાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરેન્ટી હજી ચાલુ છે. બજેટમાં પણ તે જોવા મળી હતી, એમ તેમણે કહ્યું હતું. કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા બંધારણ સંકટમાં છે એવી કાગારોળ કરવામાં આવી છે તે મુદ્દે ઝાટકણી કાઢતાં બિપ્લવ દેવે કહ્યું હતું કે કૉંગ્રેસે કલમ 356નો ઉપયોગ કરીને 70 વખત બંધારણ પર હુમલો કર્યો હતો. તેમણે યાદ અપાવ્યું હતું કે કૉંગ્રેસની સરકારે 1975માં એક વ્યક્તિ અને એક પરિવારના લાભાર્થે આખા દેશમાં કટોકટી લાદી હતી.

આ પણ વાંચો: Parliament માં વિપક્ષનો હોબાળો, કહ્યું ખુરશી બચાવો બજેટ

કટોકટી કેમ લાદવામાં આવી હતી? એક વ્યક્તિ માટે અને એક પરિવાર માટે. કટોકટી ઈન્દિરા ગાંધીને માટે લાદવામાં આવી હતી અને હવે તેઓ બંધારણની નકલ લઈને ફરે છે, એમ દેવે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ છેલ્લી ત્રણ ચૂંટણીઓ ભેગી કરીને પણ 240ના આંકડા સુધી પહોંચી શકી નથી અને ભાજપની 400 બેઠકો ન મેળવવા માટે ટીકા કરી રહ્યા છે. અમે 400 પાર પણ જઈશું. દેશમાં 2047 સુધી ભાજપ અને એનડીએની જ સરકાર રહેશે. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ત્રણ વર્ષમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો