બજેટની ટીકા કર્યા પછી ભાજપના વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરે અને રાઉતને ફેંક્યો પડકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને મંગળવારે બજેટ રજૂ કર્યું ત્યાર બાદ વિપક્ષ અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓ દ્વારા બજેટની ભારે ટીકા કરવામાં આવી રહી છે. જોકે બજેટ મુદ્દે ખુલ્લી ચર્ચા કરવા માટેનો પડકાર હવે ભાજપે ફેંક્યો છે.
મહારાષ્ટ્ર ભાજપના નેતાઓએ બજેટને વિકાસલક્ષી અને તમામ વર્ગો માટે લાભકારક ગણાવ્યું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરે તેમ જ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે બજેટની ખૂબ ટીકા કરી હતી. જેને પગલે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેસીને બજેટ બાબતે ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો.
આ પણ વાંચો : Assembly Election: MVAએ ચૂંટણીની તૈયારી શરૂ કરી, સમન્વય સમિતિમાં કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો સમાવેશ
રાણેએ સંજય રાઉતની ટીકા કરતા જણાવ્યું હતું કે બજેટ બાબતે જરા પણ જ્ઞાન ન ધરાવનારા ઢ વિદ્યાર્થી બજેટ વિશે જ્ઞાન આપે છે એ બાબત હાસ્યાસ્પદ લાગે છે. ઉદ્ધવ ઠાકરેએ કરેલી કબૂલાત યાદ દેવડાવી ઉદ્ધવ ઠાકરેએ બજેટની ટીકા કરી ત્યારબાદ તેમનો એક જૂનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેનો હવાલો આપતા રાણેએ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ પોતે એક જાહેર કાર્યક્રમમાં તેમને બજેટમાં કંઇ ભાન ન પડતી હોવાનું કબૂલ્યું છે.
આવી કબૂલાત કરનારા નેતા માટે કામ કરનારા બજેટ વિશે બોલીને તેમનું જ્ઞાન બધા સામે લાવી રહ્યા છે. જો તેમનામાં હિંમત હોય તો ફડણવીસ સાથે બજેટ બાબતે ખુલ્લી ચર્ચા માટે તે સામે આવે