સ્પોર્ટસ

પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય સ્પર્ધકોનું શરૂઆતનું શેડ્યૂલ શું છે?

પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સનો વિધિવત આરંભ શુક્રવાર, 26મી જુલાઈએ થશે, પરંતુ એ પહેલાં ગુરુવાર, 25મી જુલાઈએ તીરંદાજોની હરીફાઈઓથી ભારતના પડકારની શરૂઆત થશે.

ભારતથી 117 સ્પર્ધકો પૅરિસ ગયા છે. તેઓ કુલ 16 રમતોની કુલ 69 મેડલ ઇવેન્ટમાં ભાગ લેશે. ભારતીયોના સ્પર્ધકોની 16 રમતોમાં તીરંદાજી, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, બૉક્સિંગ, ઘોડેસવારી, ગૉલ્ફ, હૉકી, જુડો, રૉવિંગ (હલેસાંવાળી બોટની સ્પર્ધા), સેઇલિંગ (સઢવાળી નૌકાની સ્પર્ધા), નિશાનબાજી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ.

આ પણ વાંચો: નાનપણમાં પાણીથી ડરતી સ્વિમર ધિનિધી પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતની યંગેસ્ટ સ્પર્ધક

કોવિડ-19ની મહામારીને કારણે ટોક્યો ઑલિમ્પિક્સ 2020માં નહીં, પણ 2021માં યોજાઈ હતી જેમાં ભારતીય સ્પર્ધકો અગાઉ કરતાં વધુ એટલે કે સાત મેડલ જીત્યા હતા જેમાં ભાલાફેંકમાં નીરજ ચોપડાનો ગોલ્ડ મેડલ પણ સામેલ હતો.
જોકે આ વખતે ભારતીય ઍથ્લીટો અને ખેલાડીઓ વધુ ચંદ્રકો જીતી લાવવા પ્રતિબદ્ધ છે.

સૌની નજર નીરજ ચોપડા ઉપરાંત બૅડમિન્ટન-સ્ટાર પીવી સિંધુ, વેઇટલિફ્ટિર મીરાબાઈ ચાનુ, બૉક્સર લવલીના બોર્ગોહેઈન તથા બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી બૉક્સર નીખત ઝરીન પર છે.

આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં કયા ભારતીયો કઈ રમતની હરીફાઈમાં પડકાર ફેંકશે? ચાલો, લાંબા લિસ્ટ પર નજર કરી લઈએ…

ભારતીય સ્પર્ધકોમાંથી તીરંદાજ દીપિકા કુમારી તથા તરુણદીપ રાય સૌથી પહેલાં ગુરુવાર, પચીસમી જુલાઈએ ઑલિમ્પિક્સના રણમેદાન પર ઊતરશે. જોકે ભારતની પહેલી મેડલ ઇવેન્ટ બે દિવસ બાદ (27મી જુલાઈએ) યોજાશે જેમાં શૂટિંગમાં સંદીપ સિંહ/એલાવેનિલ વલારિવન અને અર્જુન બાબુતા/રમિતા જિંદાલ ભારતને મેડલ અપાવવા કોઈ કસર બાકી નહીં રાખે.

ઑલિમ્પિક્સમાં ભારતીય સ્પર્ધકોનું પ્રારંભિક શેડ્યૂલ

ગુરુવાર, 25મી જુલાઈ
તીરંદાજી
મહિલાઓનો રૅન્કિંગ રાઉન્ડ, બપોરે 1.00 વાગ્યે
પુરુષોનો રૅન્કિંગ રાઉન્ડ, સાંજે 5.45 વાગ્યે

શુક્રવાર, 26મી જુલાઈ
ઓપનિંગ સેરેમની

શનિવાર, 27મી જુલાઈ
બૅડમિન્ટન
પુરુષોની સિંગલ્સ, ગ્રૂપ-સ્ટેજ, બપોરે 2.30 વાગ્યા પછી
મહિલાઓની સિંગલ્સ, ગ્રૂપ-સ્ટેજ, બપોરે 12.50 વાગ્યા પછી
પુરુષોની ડબલ્સ, ગ્રૂપ-સ્ટેજ, બપોરે 1.40 વાગ્યા પછી
મહિલાઓની ડબલ્સ, ગ્રૂપ-સ્ટેજ, બપોરે 1.40 વાગ્યા પછી

બૉક્સિગં
મહિલાઓની 54 કિલો વર્ગનો પ્રી-ક્વૉર્ટરની પહેલાંનો રાઉન્ડ, સાંજે 7.00 વાગ્યા પછી

હૉકી
પુરુષોની ગ્રૂપ-બી મૅચ, ભારત વિરુદ્ધ ન્યૂ ઝીલૅન્ડ, રાત્રે 9.00 વાગ્યાથી

રૉવિંગ
પુરુષ વર્ગમાં સિંગલ સ્કલ્સ હીટ્સ, બપોરે 12.30 વાગ્યા પછી

શૂટિંગ
મિક્સ્ડ ટીમ 10 મીટર ઍર રાઇફલ ક્વૉલિફિકેશન, બપોરે 12.30 વાગ્યાથી
પુરુષોની 10 મીટર ઍર પિસ્તોલ ક્વૉલિફિકેશન, બપોરે 2.00 વાગ્યાથી
મિક્સ્ડ-ટીમ 10 મીટર ઍર રાઇફલ મેડલ રાઉન્ડ, બપોરે 2.00 વાગ્યા પછી
મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ ક્વૉલિફિકેશન, સાંજે 4.00 વાગ્યા પછી

ટેનિસ
પુરુષોની સિંગલ્સ, પ્રથમ રાઉન્ડ, બપોરે 3.30 વાગ્યા પછી
પુરુષોની ડબલ્સ, પ્રથમ રાઉન્ડ, બપોરે 3.30 વાગ્યા પછી

ટેબલ ટેનિસ
પુરુષોનો સિંગલ્સ પ્રીલિમિનરી રાઉન્ડ, સાંજે 6.30 વાગ્યા પછી
મહિલાઓનો સિંગલ્સ પ્રીલિમિનરી રાઉન્ડ, સાંજે 6.30 વાગ્યા પછી
પુરુષોનો સિંગલ્સનો પ્રથમ રાઉન્ડ, રાત્રે 11.30 વાગ્યા પછી
મહિલાઓનો સિંગલ્સનો પ્રથમ રાઉન્ડ, રાત્રે 11.30 વાગ્યા પછી

(તમામ ટાઇમિંગ ભારતીય સમય અનુસારના છે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button