21 જુલાઇ 2024 કે જ્યારે પૃથ્વી બની હતી ધગધગતો ગોળો….
નવી દિલ્હી: જુલાઇ મહિના ગરમીના લીધે આપણે સૌ ત્રાહિમામ પોકારી ગયા હતા, પણ જુલાઇના છેલ્લો રવિવાર એટલે કે 21 જુલાઇ 2024 એ વિશ્વના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ હતો. 2 જુલાઇએ પાછલા વર્ષોના સૌથી ગરમ દિવસનો રેકોર્ડ તોડ્યો હતો. યુરોપિયન ક્લાઈમેટ મોનિટરના જણાવ્યા અનુસાર 1મી જુલાઈના રોજ આખી દુનિયાએ ભયંકર ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષે 6 જુલાઈએ પૃથ્વી પર આવી ગરમી નોંધાઈ હતી. કોપરનિક ક્લાઈમેટ ચેન્જ (C3S) સર્વિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રવિવારે વૈશ્વિક સરેરાશ તાપમાન 17.09 ડિગ્રી સેલ્સિયસ હતું. જેણે 1940થી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
તાપમાનમાં કેટલો વધારો થયો?
આ ભયંકર ગરમીના લીધે યુરોપ અને અમેરિકામાં હીટવેવ અને જંગલોમાં આગ ફેલાઈ રહી છે. અગાઉ આટલું તાપમાન 6 જુલાઈ 2024ના રોજ નોંધાયું હતું કે જ્યારે તાપમાનનો પારો 17.08 ડિગ્રી નોંધાયો હતો. જો વાત કરીએ તો તાપમાનમાં માત્ર 0.01 ડિગ્રી સેલ્સિયસનો જ તફાવત જોવા મળ્યો છે. પરંતુ તેના પરિણામે જે આફતો આવશે અથવા આવી રહી છે તેના પરિણામો ભયંકર હશે.
એન્ટાર્કટિકામાં પણ મહતમ તાપમાન:
C3Sના ડાયરેક્ટર કાર્લો બુઓટેમ્પોએ કહ્યું કે આ વૈશ્વિક સરેરાશ તાપમાન છે. આ સમયે ગરમીનું મુખ્ય કારણ વિશ્વના અનેક ભાગોમાં ચાલી રહેલ હીટવેવ છે. દક્ષિણ અમેરિકા હવે ભયંકર હીટવેવ બાદ વરસાદ, પૂર અને અણધાર્યા પૂરથી પ્રભાવિત છે. સરેરાશ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે તો બીજી બાજુ ઉત્તર આફ્રિકામાં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. જો કે એન્ટાર્કટિકામાં પણ તેની શિયાળાની ઋતુમાં મહત્તમ તાપમાન નોંધાયું છે. એન્ટાર્કટિકામાં આર્જેન્ટિના આઇલેન્ડ પર યુક્રેનના વર્નાડસ્કી રિસર્ચ બેઝ પર જુલાઈનું તાપમાન 8.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, જે ખૂબ જ ઊંચું છે.
આ પણ વાંચો :છ દિવસ બાદ આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
માણસ જવાબદાર છે જ:
લંડનની બ્રિટન ઈમ્પીરીયલ કોલેજમાં ગ્રાન્થમ ઈન્સ્ટીટ્યુટ ફોર ક્લાઈમેટ ચેન્જ એન્ડ એન્વાયરમેન્ટના વૈજ્ઞાનિક ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્યું હતું કે આપણાં માટે આ બાબત કોઇ ઉજવણીની નથી, આપણે પ્રકૃતિ સાથે ચેડાં કરી રહ્યા છીએ. તાપમાન સતત વધી રહ્યું છે. ફ્રેડરિકે કહ્યું કે આ લોકો અને ઇકોસિસ્ટમ માટે મૃત્યુદંડથી ઓછું નથી. આ ક્લાઈમેટ ચેન્જનું પરિણામ છે અને તેની સાથે આ વખતે અલ નીનોની અસર પણ જોવા મળી રહી છે. બંને બાબતો પર આક્ષેપો થઈ શકે છે. પરંતુ માણસ તો જવાબદાર છે જ.
જો કે આ બાબતે બર્કલે અર્થના વૈજ્ઞાનિક જે.કે.હૌસફાધરે જણાવ્યું હતું કે જેટલું વધુ કાર્બન ઉત્સર્જન થશે તેટલું તાપમાન વધુ રહેશે. ઉત્સર્જન, ગ્રીનહાઉસ વાયુઓ અને અલ નીનોએ મળીને વિશ્વમાં તાપમાનમાં વધારો કર્યો છે. સામાન્ય રીતે વિશ્વના તાપમાનમાં 12 થી 17 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે વધઘટ થાય છે પરંતુ તે હવે મહત્તમ સુધી પહોંચી ચૂક્યું છે